અમારા સોફ્ટવેરની સલામતીમાં છીંડું શોધી બતાવો તો ૬.૬૦ કરોડનું ઈનામ

ઝિરોડિયમ નામની અમેરિકન સાયબર સિકયોરિટી કંપની એપલના સોફટવેરને સલામતી પૂરી પાડે છે. આ કંપનીએ એપલ આઇઓએસ-૯ની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમને વધારે ફૂલપ્રૂફ બનાવવા માટે ઓપન ચેલેન્જ ફેંકી છે કે મારા સોફટવેરની સલામતીમાં કોઇ પણ જાતનું છીંડું શોધી બતાવનારને ૬.૬૦ કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

મતલબ કે કોઇ પણ વ્યક્તિ એપલ આઇઓએસ-૯ને દૂર બેઠાં બેઠાં હેક કરીને બતાવી દે તો કંપની તેને રૂ.૬.૬૦ કરોડથી લઇને રૂ.ર૦ કરોડ સુધીનું ઇનામ આપી શકે છે. સામાન્ય રીતે કંપનીઓ પોતાના સોફટવેરને હેકિંગથી સુર‌િક્ષત બનાવવા માટે આ પ્રકારનાં ઇનામો જાહેર કરતી જ હોય છે, પરંતુ ઝિરોડિયમ કંપનીની આ ઇનામી યોજના સોફટવેર ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસનું સૌથી મોટું ઇનામ છે. 

You might also like