અભિનેતા જોની ડેપ દર મ‌િહને પત્નીને ૧૬ લાખ રૂપિયા વાપરવા અાપે છે  

લંડનઃ ૫૨ વર્ષના હોલિવૂડ સુપરસ્ટાર જોની ડેપે ફેબ્રુઅારી મહિનામાં ૨૯ વર્ષની અભિનેત્રી અંબર હર્ડ સાથે લગ્ન કર્યાં હતાં ત્યારથી જ અા અભિનેતા પત્ની પાછળ કેવાે પાગલ છે તેના સમાચાર અાવતા રહે છે. હવે વધુ એક સમાચાર અાવ્યા છે. જોની ડેપ પોતાની પત્નીને દર મહિને ૧૬ લાખ રૂપિયા પોકેટ મની તરીકે અાપે છે. તેની પત્ની અા તમામ રકમ ખર્ચી પણ નાખે છે. એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર અાખા વર્ષમાં કમાતો હોય તેના કરતાં અનેકગણી રકમ તે દર મ‌િહને ખર્ચ પણ કરે છે. 
 

You might also like