અફઘાનિસ્તાનમાં લશ્કરી કાર્યવાહીમાં ૫૧ આતંકીનાં મોત

કાબુલ : છેલ્લાં ૨૪ કલાકમાં અફઘાનિસ્તાનના ૧૧ પ્રાંતમાં લશ્કર દ્રારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછાં ૫૧ આતંકીઓ માર્યા ગયા હતા, તેમ ગૃહ મંત્રાલય દ્રારા જણાવવામાં આવ્યું હતું.

અખબારી અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમ્યાન લશ્કર અને નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યુરિટી દ્રારા સંયુક્ત રીતે તખર, કુન્દુઝ, સર-એ-પૂલ, જોવઝાન, કંદહાર, ઓરુઝગન, ખોસ્ત, પક્તિકા, હેરાત, ઘોર અને હેલમંડ પ્રાંતમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એક નિવેદનમાં જણાવાયું હતું કે આ કાર્યવાહીમાં ૫૧ આતંકીઓ માર્યા ગયા હતા, ૨૪ ઘવાયા હતા અને અન્ય ૧૦ આતંકીઓની સુરક્ષા દળો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દળો દ્વારા દેશમાં તાલિબાન અને અન્ય આતંકવાદી જૂથો પર કેટલાંક લશ્કરી ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યાં છે.  

You might also like