અપરાધ પર અંકુશ રહે માટે ફાંસી જરૃરી : પૂર્વ ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણન

વડોદરા : ફાંસીની સજા હોવી જોઇએ જેના કારણે અપરાધ પર અંકુશ રહે એમ સુમનદીપ વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા પૂર્વ ચીફ જસ્ટીસ અને એનએચઆરસીના પૂર્વ અધ્યક્ષ કે.જે. બાલાકૃષ્ણને જણાવ્યું હતું. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સાવ ક્ષુલ્લક કારણસર માનવીની હત્યા થાય છે તે સંજોગોમાં આ સજા હોવી જ જોઇએ યાકુબ મેમણને ફાંસી અપાઇ અને કેટલાકે વિવાદીત ટીપ્પણીઓ કરી તે કેટલું યોગ્ય છે?

આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં એવી બંધારણીય વ્યવસ્થા છે જ્યાં દરેકે બોલવાનો હક્ક છે. મોંઘા વકીલને રાખી ના શકતાં નાના વ્યક્તિને સલમાન ખાનની જેમ જામીન મળી શકે? આ સંબંધમાં બાલાકૃષ્ણને જણાવ્યું હતું કે, કાયદો બધા માટે સરખો છે. નાનો વ્યક્તિ હોય કે અભિનેતા હોય ઘણી વખત વકીલોની પીનપોઇન્ટ દલીલ પણ જામીનમાં ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન વારે ઘડીએ કહે છે કે, જુના પુરાણા કાયદા હટાવી દેવા જોઇએ.

તમારો શું અભિપ્રાય છે? આ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા ખૂબ જ સાવચેતીથી થવી જોઇએ કારણ કે જે તે કાયદો હટાવ્યા પછી તે જ કાયદાની જરૃર ઊભી થાય ત્યારે શું કરવું ? આવી બાબતોને ધ્યાનમાં રાખી આ કાર્યવાહી કરવી જોઇએ. કોર્ટમાં કેસોનો ભરાવો થઇ રહ્યો છે. તેનો ઉકેલ શું? આ સંબંધમાં તેમણે જણાવ્યું હતું કે, કોર્ટો વધારવી જોઇએ કેસનો નિકાલ વહેલો થાય તે માટે નિયમોનું કડકપણે પાલન કરાવવું જોઇએ.

 

ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચોની રાજ્યોમાં શુ સ્થિતિ છે? તે અંગે પૂર્વ જસ્ટીસે કહ્યું કે, ૨૧ રાજ્યોમાં એએચઆરસી છે પણ અનેક રાજ્યોમાં અધ્યક્ષની નિયુક્તી ન થઇ હોવાથી પંચ સક્રિયતાથી કામ કરી શકતુ નથી.

You might also like