અનુ રાનીએ નવા રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો  

કોલકાતાઃ રેલવેની અનુ રાનીએ 55મી નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે મહિલાઓની ભાલાફેંક સ્પર્ધામાં પોતાના પાછલા રેકોર્ડને તોડી નાખતાં ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. રાનીએ ૫૮.૮૫ મીટર દૂર ભાલો ફેંક્યો હતો. તેના દ્વારા બનાવવામાં આવેલો પાછલો  રેકોર્ડ ૫૪.૩૫ મીટરનો હતો, જ્યારે ઉત્તર પ્રદેશની સુમનદેવી ૫૭.૧૫ મીટર સાથે બીજા અને હરિયાણાની પૂનમ રાની ૫૨.૭૩ મીટર સાથે ત્રીજા સ્થાન પર રહી હતી.
પુરુષોની ઊંચી છલાંગમાં ઓએનજીસીના જગદીપસિંહે ૨.૧૬ મીટરનો કૂદકો લગાવીને ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ઓએનજીસીનાે હર્ષિત એસ. ૨.૧૬ મીટર સાથે બીજા અને સેનાનો શ્રીનિશ સી ૨.૧૩ મીટર સાથે ત્રીજા સ્થાન પર રહ્યો હતો. મહિલાઓની ટ્રિપલ જમ્પમાં ઓએનજીસીની મયૂખા જોનીએ ૧૩.૭૮ મીટરની છલાંગ લગાવીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો, જ્યારે રેલવેની પ્રજુષા એમએ ૧૨.૭૯ મીટર સાથે બીજા અને કેરળની શિલ્પા ચાકો પણ ૧૨.૭૯ મીટર સાથે ત્રીજા સ્થાન પર રહી હતી.
You might also like