અનામત બંધ કરવાની ભાજપની કોઈ તાકાત નથી : નીતીશકુમાર

નવી દિલ્હી :  બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું હતું કે અનામત બંધ કરવાની ભાજપની કોઈ તાકાત નથી અનામત છે અને રહેશે. કોઈની હિંમત હોય તો તે બંધ કરીને બતાવે. તેઓ એવું કશું કરી શકે તેમ નથી. બંધારણમાં વંચિત વર્ગના લોકોના ઉત્કર્ષ માટે અનામત રૃપી શક્તિ આપવામાં આવી છે. તેનો કોઈ અંત લાવી શકે તેમ નથી.નીતીશકુમારે એક ખાનગી ચેનલના ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં અનામતનો લાભ લઈ રહેલા લોકોને અપીલ કરી હતી કે તેઓ જે લોકો તેમના અધિકારોનો અંત લાવવા માગે છે તેમની પાછળ એક પણ મત બરબાદ કરે નહીં.

નીતીશકુમારે કહ્યું હતું કે બિહારમાં આવી રહેલી ચૂંટણીને લીધે ભાજપ અંતર રાખી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આઝાદીના આંદોલન સાથે આરએસએસને કોઈ સંબંધ નથી. તેવી તેમને બંધારણ અથવા લોકોને મળેલાં બંધારણીય અધિકારો પર વિશ્વાસ નથી. દરમ્યાન ભાગવતે કરેલા સૂચનની આ ત્રણે પક્ષોએ ટીકા કરતા ચેતવણી આપી હતી કે અનામત નીતિમાં ફેરફાર કરવામાં આવશે તો તેના વિરોધમાં દેશવ્યાપી આંદોલન થશે.

અનામત પ્રથાની સમીક્ષા કરવા અંગે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતના સૂચનથી નરેન્દ્ર મોદી સરકારે પોતાને દૂર રાખ્યા બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આજે જણાવ્યું હતું કે હાલની અનામત વ્યવસ્થાની સમીક્ષાની કોઈ જરૃર નથી તેવો સરકાર અને ભાજપ બંનેનો મત છે. રવિશંકર પ્રસાદે અગાઉ પણ આ મુદ્દે પક્ષ તરફથી નિવેદન આપ્યું હતું. દરમ્યાન બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે પટણામાં ખાતે જણાવ્યું હતું કે અનામત પ્રથા બંધ કરવાની ભાજપની તાકાત નથી.

આરએસએસના વડા મોહન ભાગવતે અનામત નીતિમાં સમીક્ષાની જરૃર હોવાનું જણાવ્યું હતું આ નિવેદનથી ભાજપે પોતાને અલગ રાખ્યું હતું આજે કેબિનેટની બેઠક બાદ આ મુદ્દે પત્રકારોના સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર અને ભાજપ બંનેનો મત છે કે, હાલની અનામત નીતિની સમીક્ષાની જરૃર  નથી.

 

મોહન ભાગવતના નિવેદનનો આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ જેડી(યુ) નેતા નીતીશકુમારે વિરોધ કર્યો હતો. તેમાં સૂર પુરાવતા બસપાના સુપ્રિમો માયાવતીએ આજે એનડીએ સરકારને ચેતવણી આપી હતી કે અનામત પ્રથામાં ફેરફાર કરવામાં આવશે તો સમગ્ર દેશમાં તેનો વિરોધ થશે કોંગ્રેસ ભાગવતના સૂચનની ટીકા કરતાં જણાવ્યું હતું કે ભારતમાં અનામતના મુદ્દાનો બંધારણ હેઠળ ઉકેલ આવી ચૂકેલો છે.

You might also like