અનામત્ત પરથી ધ્યાન હટાવવા બીફ મુદ્દે વિવાદ કરાઇ રહ્યો છે

પટના : ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ સહિત બિહારનાં કેમ્પમાં રહી રહેલા ભાજપનાં તમામ ટોપ નેતા શનિવારે રાત્રે એવી રણનીતિ બનાવી રહ્યા છે કે બીફ મુદ્દે લાલુને કઇ રીતે ભીંસમાં લેવા. લાલુને પોતાનાં જ નિવેદનમાં કઇ રીતે ફસાવવા તે અંગી રણનીતિ ઘડાઇ રહી છે. લાલુએ હાલમાં જ કહ્યું હતું કે હિન્દુ પણ બીફ ખાય છે. પાર્ટીએ લાલુનાં આ વક્તવ્યનો ઉપયોગ કરીને યાદવોનો વિરોધ ઉભો કરવાનું વિચાર્યું છે. ભાજપને લાગી રહ્યું છે આ બીફ વિવાદથીતેને ફાયદો થઇ શકે છે. અનામતનો જે હાલ સળગતો પ્રશ્ન છે તેમાંથી લોકોનું ધ્યાન હટાવી શકાય છે. આરએસએસ ચીફ મોહન ભાગવતે હાલમાં જ અનામત પોલીસીની સમીક્ષની વાત કરી હતી. 

ભાજપનાં એક સીનિયર નેતાએ જણાવ્યું કે જે યદુવંશી હોવાનો દાવો કરે છે, તે પોતે જ બીફ ખાવાની વાત પણ કરે છે. યદુવંશીઓ માટે તો ગાય તેમની આજીવિકાનું સાધન છે અને તેઓ માંની જેમ ગાયને પુજે છે. લાલુએ જે કહ્યું તેના પર નિશ્ચિત સમુદાયની પ્રતિક્રિયા સામે આવશે.

ભાજપનાં સીનિયર નેતાઓએ સમજી વિચારીને આરજેડી ચીફ પર શાબ્દિક હૂમલો કર્યો હતો. બિહાર ભાજપનાં સીનિયર નેતા સુશીલ મોદીએ ટ્વિટ કર્યુ, મતનાં માટે લાલુ બીફ પણ ખાઇ શકે છે. તેમણે કરોડો ગૌપાલકોનું અપમાન કર્યું છે. હાલ તો ભાજપનાં નેતાઓ અનામત્તનાં મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે લાલુ પર બિફ મુદ્દે હૂમલો કરી રહ્યા છે. 

You might also like