અનામતમાં વધારો શકય નથી : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

નસવાડી : નર્મદાના સુરપાણેશ્વર મંદિરમાં પૂજા કરવા આવેલ રાજયના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહયું અનામત આંદોલનનો જલ્દી ઉકેલ આવશે.  નર્મદા જિલ્લાના સુરપાણેશ્વર મંદિર ખાતે આજે રાજયના શિક્ષણ મંત્રી અને પાટીદાર સમાજના આંદોલન ચાલી રહયું છે. જેનો ઉકેલ લાવવા રાજયની કમીટીના સભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા.

જયાં તેમને મિડીયા સમક્ષ જણાવ્યું કે રાજયમાં જે પાટીદાર સમાજનું આંદોલન ચાલી રહયું છે જેનો ટૂંકમાં જ નીવેડો આવશે. રાજયમાં ખાસ એની કમીટી પણ બનાવવામાં આવી છે જે લોકો આંદોલન કરી રહયા છે તે પણ આપણા જ છે.

સરકાર આના તરફ હાલ ધ્યાન આપી રહી છે. તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જે તે નિર્ણય આવી જશે. જયારે બીજી બાજુ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ ૪૯ ટકા અનામત પહેલાથી જ આપેલ છે હવે એમાં વધારો શકય નથી.

You might also like