અનમેરિડ અભિનેત્રીઓના મેરિડ અભિનેતા સાથેના અફેર્સ

બોલિવૂડમાં આમ તો અફેર્સનું લાંબુલચક લિસ્ટ હોય છે, જોકે અભિનેતા-અભિનેત્રી બંને અનમેરિડ હોય તો ખાસ કંઇ ફરક પડતો નથી, પરંતુ જો અભિનેત્રી કે અભિનેતા બેમાંથી કોઇ એક કે બંને મેરિડ હોય તો આવા અફેર્સ લોકો વર્ષો સુધી ભૂલી શકતા નથી. આ અફેર્સની ખૂબ જ ચર્ચા થાય છે. પરિણીત અભિનેત્રીઓ આમ તો અફેર્સથી દૂર જ રહે છે, પરંતુ અભિનેતા પરિણીત હોવા છતાં આવા ચક્કરમાં ફસાતી હોય છે. અનમેરિડ અભિનેત્રીઓના મેરિડ હીરો સાથે આવા કેટલાક અફેર્સ ખૂબ જ ચગ્યા હતા. તેની ચર્ચા માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહીં, પરંતુ સામાન્ય લોકોમાં પણ થઇ. આવા રંગીન સમાચાર બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના સમયથી આવ્યા કરે છે. કેટલીક આવી અભિનેત્રીઓએ અભિનેતાઓનાં સુખી લગ્નજીવન તોડ્યાં તો કેટલાકનાં ઘર તૂટતાં તૂટતાં બચી ગયાં.પરિણીત હીરો સાથેના અફેર્સની બાબતમાં અત્યારે પ્રિયંકા ચોપરાનું નામ સૌથી ઉપર છે. અક્ષયકુમાર સાથે તેણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી. અક્ષય સાથે તેના પ્રેમના કિસ્સા ખૂબ પ્રખ્યાત રહ્યા. તેના કારણે અક્ષયની પત્ની ટ્વિંકલ ખૂબ પરેશાન રહી, જોકે છેવટે અક્ષય ‘ફેમિલી મેન’ બનીને બહાર આ‍વ્યો. પત્નીનો પ્રેમ તેને ફરી સાચા રસ્તે લાવ્યો. કંગના રાણાવત પણ આમ તો અફેર્સમાં અવલ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઇ ત્યારે આદિત્ય પંચોલી સાથે તેનો અફેર જાણીતો છે. ત્યાર બાદ ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ’ દરમિયાન અજય દેવગણ અને કંગના રાણાવત વચ્ચેના સંબંધો સારા એવા વિકસ્યા, પરંતુ પત્ની કાજોલની ચતુરાઇથી અજય ફરી ઘરભેગો થયો.અામિરખાનની જિંદગીમાં કિરણ રાવ આવી તો તેના લાંબા લગ્નજીવનનો અંત આવી ગયો. કિરણ જોકે પરદા પર તો ના દેખાઇ, પરંતુ તે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે. આમિરને તો પહેલી પત્નીથી બે બાળકો પણ છે. કરીના કપૂરે પણ સેકન્ડ હેન્ડ સૈફ અલી ખાન સાથે અફેર બાદ લગ્ન કરી લીધાં. સૈફે આ અગાઉ અમૃતા સિંઘ સાથે લગ્ન કર્યાં હતાં. તેને બે બાળકો પણ છે. બોલિવૂડમાં જેની સૌથી વધુ ચર્ચા રહી હોય તેવો એકસ્ટ્રા મેરિટલ અફેર તો સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને રેખા વચ્ચે રહ્યો. જયા સાથેના લગ્ન બાદ અમિતાભ અને રેખા વચ્ચે પ્રેમ પાંગર્યો. કેટલીયે વાર અમિતાભના લગ્નજીવન માટે ખતરાની વાતો પણ આવી, જોકે જયા બચ્ચન જાહેરમાં ક્યારેય કંઇ પણ બોલ્યા વગર પોતાના પતિને પાછો ખેંચી લાવી. ત્યાર બાદ અમિતાભે કોઇ અફેરનું સાહસ કર્યું નથી.શત્રુઘ્ન સિંહાનાં લગ્ન બાદ તેના જીવનમાં રીના રોય આવી. આ બંનેના સંબંધોએ પણ બોલિવૂડમાં ખૂબ જ ચર્ચા જગાવી હતી. રાજ કપૂર અને નરગિસની જોડી માત્ર પરદા પર જ નહીં, પરંતુ અસલ જિંદગીમાં પણ ખૂબ મશહૂર રહી, જોકે રાજ પરિણીત હતો, પરંતુ બંને વચ્ચેની નિકટતા કોઇનાથી છૂપી ન હતી. ફિલ્મ કાઈટના શૂટિંગ દરમિયાન ઋત્વિક રોશન અને બાર્બરા મોરીના અફેર્સની ખૂબ જ ચર્ચા રહી. બાદમાં તો ઋત્વિક અને તેની પત્ની સુઝાનના ડિવોર્સ પણ થયા, જોકે આ માટે બાર્બરા જવાબદાર છે કે નહીં તે તો સુઝાન જાણે. શ્રીદેવીએ પણ બોની કપૂરના જીવનમાં આવીને તેનું ઘર તોડ્યું. બોની કપૂર સાથે તેણે લગ્ન કર્યાં ત્યારે બોનીને પહેલી પત્ની સાથે લગ્નને ૧૩ વર્ષ થઇ ચૂક્યાં હતાં. શાહરુખખાન આમ તો તેની પત્ની અને પરિવારને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ પ્રિયંકા ચોપરાની માયાજાળમાં તે પણ ફસાયો હતો. પત્ની ગૌરીને પણ આ વાતની જાણ થઇ ગઇ હતી. લાંબી ફિલ્મી કારકિર્દીમાં પહેલી વાર કિંગખાનના અફેરના સમાચાર આવ્યા હતા. આદિત્ય પંચોલીની જિંદગીમાં કંગના આવ્યા બાદ ઝરીના વહાબ સાથેનાં તેનાં લગ્ન તૂટવાની અણી પર આવી ગયાં હતાં. બંને લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતાં હોવાના સમાચાર પણ આ‍વ્યા હતા. 
You might also like