અનકન્ડિશનલ લવ લગ્ન પછી પણ થઈ શકેઃ વિદ્યા બાલન

વિદ્યા બાલનની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘હમારી અધૂરી કહાની’માં લગ્ન પછીના અનકન્ડિશનલ લવની કહાણી છે. રિયલ લાઇફમાં વિદ્યા બાલન ખુદ આ વાત સાથે સહમત છે. તે કહે છે કે આપણે પ્રેમને હંમેશાંં પઝેશન સાથે જોડી દઇએ છીએ. આપણને લાગે છે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ તે વ્યક્તિ આપણી હોવી જ જોઇએ. આપણે એવું જોઇ શકતા નથી કે કોઇ એવા સંબંધ પણ હોય, જેમાં ફિઝિકલ ઇન્વેશન ન હોય.

હું માનું છું કે લગ્ન ઉપરાંત પણ અન્ય કોઇ વ્યક્તિ સાથે અનકન્ડિશનલ લવ થઇ શકે છે. આપણાં લગ્ન જેની સાથે થયાં છે તેની સાથે જ સેક્સ્યુઅલ રિલેશન હોવા જોઇએ તેવું આપણે માનીએ છીએ, પરંતુ કોઇ અન્ય વ્યક્તિ સાથે અલગ પ્રકારના સંબંધો હોઇ શકે છે. મારાં લગ્નને હજુ ત્રણ વર્ષ થયાં છે તો હું વિચારું છું કે લગ્ન ઉપરાંત કોઇ અન્યને પ્રેમ કરવો વિશ્વાસઘાત તો નહીં હોય, પરંતુ પછી લાગે છે કે જો પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે એવું થતું હશે. ફિલ્મમાં દર્શાવ્યું છે તે રીતે હું પણ માનું છું કે પ્રેમને ખુલ્લો છોડી દો, તેને બંધનમાં ન બાંધો.

પોતાના પતિ વિશે જણાવતાં વિદ્યા કહે છે કે જ્યારે હું ગુસ્સો કરું છું ત્યારે તેઓ કંઇ પણ રિએક્ટ કરતા નથી. પહેલાં મને એમ લાગતું હતું કે તેમને મારી વાતોથી કોઇ ફરક નથી પડતો તો વધારે ગુસ્સો આવતો, પરંતુ હવે સમજાય છે કે તેઓ મારી વાતોને પ્રોત્સાહન આપવા ઇચ્છતા નથી એટલે રિએક્ટ કરતા નથી. 

 

You might also like