અધિકારીએ ખોલી પોલઃ પાકિસ્તાનમાં જ ઘડાયું હતું 26/11નું કાવતરૂ 

ઇસ્લામાબાદ : મુંબઇમાં 2008માં થયેલ આતંકવાદી હૂમલાની તપાસની આગેવાની કરનારા પાકિસ્તાનનાં સંઘીય તપાસ એજન્સી (એપઆઇએ)નાં પુર્વ પ્રમુખ તારીક ખોસાએ આ મુદ્દે પોતાનાં જ દેશની પોલ ખોલી નાખી છે. તારીકે કહ્યું કે તેમનાં દેશને તે હૂમલાનું નુકસાન સહન કરવું જ પડશે જેનું આયોજન આ જ ધરતી પર થયું છે. હવે પાકિસ્તાને સત્યનો સ્વીકાર કરવો પડશે અને પોતાની ભુલ સ્વીકારવી પડશે. 

ખોસાએ સ્વીકાર કર્યો કે 26/11 મુંબઇ હુમલા મુદ્દે સાત આરોપીઓની વિરુદ્ધ સુનવણીમાં ઇરાદાપુર્વક વધારે સમય લગાવવામાં આવ્યો. પાકિસ્તાને હૂમલાખોરો અને કાવતરાખોરોને ન્યાયનાં વર્તુળમાં લાવવા જરૂરી બનશે.  પાકિસ્તાની સમાચાર પત્ર ડોનમાં લખાયેલા એક લેખમાં ખોસાએ કહ્યું કે આ મુદ્દે બચાવ પક્ષનું વલણ, ન્યાયાધીશની વારંવાર બદલી, મુખ્ય સાક્ષીઓનું ફરી જવું, અમુક સાક્ષીઓની હત્યા જેવા બનાવો પાકિસ્તાનની નિષ્ફળતા છે. 

વધુમાં જણાવ્યું કે રશિયામાં ઉફા શહેરમાં પાકિસ્તાની વડાપ્રધાન શરીફ અને તેમનાં ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીની વચ્ચે સંમતી બની છે કે મુંબઇ હુમલા મુદ્દે પાકિસ્તાની સંદિગ્ધની વિરુદ્ધ સુનવણીમાં ઝડપ લાવવામાં આવશે. તે માટે અવાજનાં નમુનાઓ અને અન્ય પુરાવા આપવામાં આવવા જોઇએ. 

તેમણે કહ્યું કે આ મુદ્દે ધરપકડ કરાયેલ આતંકવાદી અઝમલ કસાબ પાકિસ્તાની નાગરિક હોવાની વાતની પાકિસ્તાન મનાઇ કરતું રહ્યું છે. જ્યારે વાસ્તવમાં તે પાકિસ્તાનનો જ નાગરિક છે. તેનું શરૂઆતી શિક્ષણ પણ પાકિસ્તાનમાં જ થયું છે. ત્યાર બાદ તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે જોડાયો. 

You might also like