અધમ મનુષ્યનું અંતે પતન થાય છે

જગતમાં જેટલા સજ્જનો છે તેનાથી અનેકગણા વધુ દુર્જનો છે. સજ્જનો પોતાની શક્તિ જનહિતમાં વાપરે છે. જ્યારે દુર્જન તો પોતાની અધમતાને સર્વોપરિ બતાવવા કરે છે. અધમ મનુષ્ય ડગલેને પગલે સજ્જન મનુષ્યનો તેજોવધ કરે છે. તે આવું કરે ત્યારે જ તેને ચેન મળે છે. અપાર શાંતિ સાંપડે છે. આવા મનુષ્યો સ્જ્નોને દુઃખ દેતાં અપાર આનંદ અનુભવે છે. કેટલાક મનુષ્ય જન્મથી જ સજ્જન હોય છે. કેટલાક મનુષ્ય જન્મથી જ દુર્જન કે અધમ હોય છે. િવશ્રવા તથા કેકસીનાં ચાર સંતાન રાવણ, કુંભકર્ણ, વિભીષણ તથા શૂર્પણખા. આ ચારમાંથી ત્રણ સંતાન અધમ હતાં. જ્યારે વિભીષણ સંત મહાત્મા હતા.

રાવણ મહાપંડિત હોવા છતાં તેની માતા કેકસીએ સંધ્યાટાણે વિશ્રવા પાસેથી રાવણનો ગર્ભ ધારણ કર્યો હોવાથી ઋષિ િવશ્રવા બ્રાહ્મણ હોવા છતાં અને કેકસી રાક્ષસ કુળની હોવાથી રાવણ મહાપંડિત, ત્રિકાળજ્ઞાની તથા અનેક વિદ્યા જાણનાર હતો તે છતાં રાક્ષસ કુળનો હોવાથી તેનામાં ભરપૂર નિશાચરી ત્તત્વ હતું જ. કુંભકર્ણ રાવણની જેમ તપસ્વી હોવા છતાં ઈંદ્રાસનને બદલે નિદ્રાસન માગી બેઠો. શૂર્પણખા થોડી પિતાના ગુણ ધરાવતી હોવા છતાં માનાં ગુણથી રામ-લક્ષ્મણ પાસે વિવાહની માગણી કરી પોતાનાં નાક-કાન લક્ષ્મણજીના હાથે કપાવી બેઠી.

મહાત્મા વિભીષણ પરમ જ્ઞાની તથા સંત હતા. તેઓ રાવણના રાજમાં રહેતા હોવા છતાં પિતાના ગુણોથી ભરપૂર હોવાથી પોતાનો મોક્ષ તથા લંકાનું રાજ્ય પ્રાપ્ત કરી શકયા. દુર્જનો બીજાને દુઃખ આપી સુખી થાય છે. સજ્જનો બીજાને સુખી આપી સુખી થાય છે.

અધમ તથા દુષ્ટ પ્રકૃતિના મનુષ્યો ઊંચા કુળમાં જન્મ લે છતાં કર્મે મહારાક્ષસ જેવા હોય છે. આવા મનુષ્યો બ્રાહ્મણ કુળમાં કે બીજા કોઈ ઉચ્ચ કુળમાં જન્મ લે છતાં કસાઈ જેવાં નિંદ્ય કર્મ કરવા ઉધૃકત બને છે. તે દુષ્ટતાભર્ાં કાર્ય કરીને આકાશમાં ઊડે છે. આવા મનુષ્યો સજ્જનોને દુઃખ આપે છે. તે વખતે તઓ વિચાર સુદ્ધાં કરતા નથી કે તેમના આવા હલકાં કાર્યથી તેમના માતા પિતા પારાવાર દુઃખ અનુભવે છે. પરંતુ આવા દુષ્ટાત્મા પોતાના લાખ ભોગે પણ પોતાના માતા પિતાને સુખ પ્રદાન કરી શકતા નથી. અધમ મનુષ્ય પોતાના પૂર્વ જન્મમાં અપાર પાપ કરીને તે પાપનું ફળ ભોગવવા વધુ અધમ બને છે. તે ફક્ત અને ફક્ત પાપનાં પોટલાં બાંધે છે. તે પોતાના આ સહિત અનેક જન્મ નરકની ખીણમાં હલકાં કર્મ કરીને ધકેલી દે છે.

ના તો આવા દુષ્ટાત્મામાં દયા હોય છે કે ના તો માયા.દુષ્ટતાની વિજય પતાકા લહેરાવતા લહેરાવતાે તે આનંદ મનાવે છે. અંતે આવા મનુષ્યનો ઈશ્વરની એક જ લાકડી પડતાં તે હતા ન હતા થઈ જાય છે.   – શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like