અજંપાભરી સ્થિતિ વચ્ચે વિધાનસભા સત્રનો પ્રારંભ

અમદાવાદઃ આજથી વિધાનસભાના ત્રણ દિવસીય સત્રનો રાજ્યમાં અજંપાભરી સ્થિતિ વચ્ચે પ્રારંભ થયો છે. આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ અને ભાજપના સુરતના ધારાસભ્ય રાજાભાઈ પટેલના નિધન અંગેના શોક પ્રસ્તાવ બાદ ગૃહનું કામકાજ બંધ રહેશે.

આવતી કાલે અને શુક્રવારે બે દિવસમાં કુલ નવ વિધેયક આવશે. આજે શોક પ્રસ્તાવ બાદ વિરોધ પક્ષ પાટીદાર અનામત આંદોલન અને રાજ્યમાં ફેલાયેલી અશાંતિના મુદ્દે સરકારને ઘેરે તેવી શક્યતા છે.

રાજ્ય સરકારની નિષ્‍ફળતાના મામલે અાવતી કાલે કોંગ્રેસ પ્‍ાક્ષ્‍ા દ્વારા ગાંધ્‍ાીનગર ખાતે એક દિવસના પ્રતીક ધ્‍ારણાનો કાર્યક્રમ યોજવામાં અાવ્યો છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધ્‍ાાનસભા વિરોધ્‍ાપ્‍ાક્ષ્‍ાના નેતા શંકરસિંહ વાઘેલાની અાગેવાની  હેઠળ ધ્‍ારણાં કરાશે.  ત્યાર બાદ સાંજે પ્‍ાાંચ વાગ્યે ભરતસિંહ અને શંકરસિંહની અાગેવાની હેઠળ ધ્‍ાારાસભ્યો સહિતના અાગેવાનો દ્વારા રાજ્યપ્‍ાાલને અાવેદનપ્‍ાત્ર પ્‍ાાઠવવામાં અાવશે. 

વિવિધ્‍ા મુદ્દાઅો અંગે કોંગ્રેસ દ્વારા તા.27 અોગસ્ટના રોજ ગાંધ્‍ાીનગરના સેકટર-6 ખાતેના મેદાનમાં બપ્‍ાોરના 12થી 4 ના પ્રતીક ધ્‍ારણાંનો કાર્યક્રમ યોજવામાં અાવ્યો છે. ધ્‍ારણાં બાદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ અને શંકરસિહ વાઘેલાની અાગેવાની હેઠળ રાજ્યપ્‍ાાલને મળીને સરકારની વિવિધ્‍ા ક્ષ્‍ોત્રેની નિષ્‍ફળતા અંગેનું અાવેદન પ્‍ાત્ર અાપ્‍ાવામાં અાવશે.

અા અંગે પ્‍ાક્ષ્‍ાના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગાંધ્‍ાી અને સરદારના ગુજરાતમાં રાજ્ય સરકારની વિવિધ્‍ા ક્ષ્‍ોત્રેની નિષ્‍ફળતાના વિરોધ્‍ામાં પ્‍ાક્ષ્‍ા દ્વારા અાવતી કાલે ગાંધ્‍ાીનગર ખાતે ધ્‍ારણાં અને રાજ્યપ્‍ાાલને અાવેદનપ્‍ાત્ર અાપ્‍ાવાનો કાર્યક્રમ યોજાશે. જોકે અાજના ગુજરાત બંઘના એલાનના કારણે અાવતી કાલે રાજ્યની પ્‍ારિસ્થિતિને અનુસરીને તેમજ નાગરિકોને અશાંતિ અને અવ્યવસ્થા ન પ્‍ાડે તેની તકેદારી રાખીને બપ્‍ાોર બાદની સ્થિતિને અનુલક્ષ્‍ાીને જરૂર પ્‍ાડે ધ્‍ારણાનો કાર્યક્રમ મોકુફ પ્‍ાણ રાખવામાં અાવે તેવી સંભાવના પ્‍ાણ તેમણે વ્યક્ત કરી હતી.

You might also like