અચ્છે દિન : પેટ્રોલ ફરીથી મળશે 35 રૂપિયા પ્રતિ લિટર

નવી દિલ્હી : તેલનાં ભાવોમાં ટુંક જ સમયમાં ઘટાડો થઇ શકે છે.કારણ કે ગોલ્ડમેને કાચા તેલ પરનું અનુમાન ઘટાડ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાલી રહેલી મંદીનાં કારણે આગામી વર્ષે પણ ક્રુડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તેવા સમયે ક્રુડ ઓઇલ ઘટીને 20 ડોલર સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. 

ગોલ્ડમેનનાં અનુસાર યૂરોઝોનમાં રિકવરી ડિમાન્ડ વધારવા માટે યોગ્ય માંગ નથી. ત્યારે ઓઇલની નિકાસ કરતા દેશોમાંથી મોટા પ્રમાણમાં ઓઇલનું ઉત્પાદન ચાલી રહ્યું છે. જેનાં કારણે ભાવમાં કડાકો થઇ શકે છે. ગોલ્ડમેનનાં આ રિપોર્ટ બાદ ક્રુડઓઇલની કિંમતમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. નાયમેક્સ પર WTI ક્રુડ લગભગ 2.5 ટકા ઘટીને 45 ડોલર પ્રતિ બેરલ પર બંધ રહ્યું હતું.

35 રૂપિયા પ્રતિ લિટર થઇ શકે છે પેટ્રોલ ગોલ્ડમેને ચેતવણી ઉચ્ચારી છે કે જમા થઇ રહેલા કાચા તેલનાં ભરાવાને અટકાવવામાં આવે નહી તો પછી તેનાં વેચાણ માટે તેનાં ભાવમાં ભારે ઘટાડો કરવો પડશે. જે 20 ડોલર પ્રતિ બેરલ સુધી જઇ શખે છે. જો કે એવી પરિસ્થિતી ક્યારે સર્જાશે તે અંગે કોઇ ખાસ સમય કહેવામાં નથી આવ્યો. હાલ ક્રુડ ઓઇલનો ભાવ 48 ડોલર પ્રતિ બેરલ છે જેનાં પગલે રાજધાની દિલ્હીમાં 61 રૂપિયા પ્રતિલિટરે પેટ્રોલ અને ડિઝળ 44.45 રૂપિયા પ્રતિ લિટરે મળે છે. એમાં જો ક્રુડ ઓઇલ 20 ડોલર પ્રતિ બેરલે પહોંચે છે તે પેટ્રોલ અને ડિઝલનાં ભાવ અડધા કરતા પણ ઘટી શકે છે. 

You might also like