અક્ષયની દીવાની બની નિમરત કૌર

એક્શન અને ડ્રામાથી ભરપૂર અક્ષયકુમારની અાગામી ફિલ્મ ‘એરલિફ્ટ’માં હીરોઈનનો લીડ રોલ ભજવી રહેલી નિમરત કૌરના જણાવ્યા અનુસાર અક્ષયના મજાકિયા અંદાજના કારણે જ ફિલ્મની ગંભીરતા તેના પર હાવી થઈ નથી. ૩૩ વર્ષીય અા દમદાર અભિનેત્રીએ કહ્યું કે અક્ષયે ફિલ્મના શૂટિંગ દરમિયાન માહોલને ખૂબ જ ખુશાલીભર્યો અને મોજમસ્તીભર્યો બનાવી દીધો હતો. નિમરત કહે છે કે અક્ષયની સાથે કામ કરવું એ ખરેખર મજેદાર અનુભવ છે. તેની સાથે કામ કરવું પણ ખુશીની વાત છે. તે ખૂબ જ સારી વ્યક્તિ છે. તે જ્યારે પણ સેટ પર  હોય છે ત્યારે માહોલ એકદમ બદલાઈ જાય છે.રાજા કૃષ્ણ મેનન નિર્દેશિત ફિલ્મ ‘એરલિફ્ટ’ની કહાણીનો અાધાર ૧૯૯૦માં કુવૈતમાં થયેલું ખાડીયુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે નિમરત અા પહેલાં ફિલ્મ ‘લંચબોક્સ’ માટે અાંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાના અભિનયની પ્રશંસા મેળવી ચૂકી છે. તે અમેરિકી ધારાવાહિક હોમલેન્ડમાં પણ કામ કરી રહી છે. ‘એરલિફ્ટ’માં કામ કરવાને લઈને ઉત્સાહિત નિમરતે કહ્યું કે નવેમ્બરમાં અમારા શૂટિંગનાં હજુ ત્રણ અઠવાડિયાં બાકી છે. ફિલ્મનું લગભગ ૩૦ ટકા કામ બાકી છે. અા માટે અમે બધા ખૂબ ઉત્સાહિત છીએ. અા ફિલ્મ ખરેખર સુંદર બનશે. અા અેક એક્શન ફિલ્મ છે, પરંતુ મારે બહુ ભારે સ્ટન્ટ નહીં કરવા પડે.  •
 
You might also like