અકરમની ગાડી પર ગોળીબાર કરવાના કેસમાં એકની ધરપકડ  

કરાંચીઃ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વકસીમ અકરમ ની ગાડી પર ગોળીબાર કરવાના કેસમાં પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી લીધી છે. કરાચીમાં અકરમની મર્સિડીઝકાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. સ્થાનીય મીડિયા અનુસાર, અકરમની કારને બીજી કારે ટક્કર મારી હતી અને તેના પર થયા વિવાદ પછી એક વ્યકિતએ અકરમની કાર પર ગોળીઓ ચલાવી હતી.

કરાચી પૂર્વી ઝોનના પોલીસ ઉપ મહાનિરીક્ષક મુનીર શેખે જણાવ્યું કે, પોલીસે એક શંકાસ્પદને તેના ઘર કૈદાબાદ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તેમણે જણાવ્યું કે, તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળ પર હાજર સાક્ષીઓના નિવેદન રેકોર્ડ કરી તેના સિવાય સીસીટીવી ફૂટેજ પણ પ્રાપ્ત કર્યા છે.પાકિસ્તાનના ફાસ્ટ બોલર રહેલા વસીમ અકરમની કાર પર બુધવારે હુમલો થયો હતો. અકરમે આ દુર્ઘટનામાંથી બચ્યા પછી કહ્યું કે, રોડ રેજ કયાં પણ થઈ શકે છે પરંતુ બંદૂક નીકાળી કોઈના પર ગોળી ચલાવવી તેયોગ્ય નથી.

અકરમે આ ઘટના વિશે જણાવ્યું કે, એક અજાણ્યા વ્યકિતની સાથે તેમની કારનો અકસ્માત થયો હતો. વસીમે નેશનલ સ્ટેડિયમમાં મીડિયાને આ ઘટનાને ડરાવનારી જણાવી હતી. તેમણે કહ્યું કે, જયારે હું સ્ટેડિયમની તરફ આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. તે સમયે ઘણી ભીડ પણ હતી. તે સમયે હું વચ્ચેની લેન માંથી પસાર થઈ રહ્યો હતો અને પાછળથી એક કારે મારી કારને ટક્કર મારી હતી. અકરમે કહ્યું કે, મેં ડ્રાઈવરને કાર સાઈટ પર કરવાનું કહ્યું હતું પરંતુ તે બચીને ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મે તે કારનો પીછો કર્યો હતો અને તેનો રસ્તો રોકી લીધો હતો.

You might also like