અંતે સોમનાથ ભારતીને જામીન આપવા ઈનકાર

નવી દિલ્હી : એએપીના વરિષ્ઠ નેતા સોમનાથ ભારતીને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણકે, સુપ્રીમ કોર્ટે સોમનાથ ભારતીને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. પત્ની લીપિકા મિત્રાએ સોમનાથ ભારતી સાથે કોઈપણ સમાધાન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. મધ્યસ્થીથી વિવાદનો ઉકેલ લાવવાનો ઈન્કાર કર્યો હતો. સ્થાનિક હિંસાની ફરિયાદ અને લગ્ન સાથે સંબંધિત વિવાદને લઈને મૈત્રીપૂર્ણ રીતે મળીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે પત્નિએ ઈન્કાર કર્યા બાદ સુપ્રીમ કોર્ટે આ મુજબનો આદેશ કર્યો હતો.

લીપિકા મિત્રાએ સોમનાથ ભારતી સાથે કોઈપણ મધ્યસ્થી કરવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટને આ અંગે સાફ જણાવી દેવાયું હતું. ચીફ જિસ્ટસ એચએલ દત્તુના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની બેંચને આ નિર્ણયથી વાકેફ કરાયા હતા. સુપ્રીમ કોર્ટે અગાઉ ભારતીની જામીન અરજીને સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો. ભારતીની તકલીફ હજુ પણ અકબંધ બનેલી છે. તેમની મુશ્કેલીનો અંત આવે તેવા કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

You might also like