અંડરવર્લ્ડ ડોનની ગાયક અરિજીત સિંહને ધમકી

મુંબઈ : બોલીવુડને હંમેશા અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળતી રહી છે. સેલિબ્રિટીઓ દ્વારા વારંવાર ફરિયાદ પણ કરવામાં આવી ચુકી છે. હવે અંડરવર્લ્ડ તરફથી ગાયક અરિજીતસિંહને પણ ધમકી મળી હોવાના અહેવાલ મળ્યા છે. અંડરવર્લ્ડના લોકો તરફથી તેને ધમકી ભર્યા કોલ આવ્યા છે.

અહેવાલમાં જણાવાયું છે કે, અંડરવર્લ્ડ ડોન રવિ પુજારી તરફથી અરિજીતસિંહને ધમકી આપવામાં આવી છે અને પાંચ કરોડ રૃપિયા ચુકવવાનો આદેશ કરાયો છે. અંડરવર્લ્ડ ડોને મફતમાં તેના માટે બે સ્ટેજ શો કરવા માટે પણ ગાયકને સુચના આપી છે.

અહેવાલને ટાંકીને સુત્રોએ કહ્યું છે કે, મુંબઈના ઓસવાડા પોલીસ સ્ટેશનમાં અરિજીતસિંહે લેખિતમાં ફરિયાદ દાખલ કરાવી છે. જોકે, ગાયકે રવિ પુજારી સામે એફઆઈઆર દાખલ કરવાનો ઈન્કાર કર્યો છે.

સાથે-સાથે પોલીસરક્ષણની માંગ કરવાનો પણ ઈન્કાર કર્યો છે. અરિજીતસિંહ તાજેતરમાં સૌથી લોકપ્રિય ગાયક પૈકી એક છે. તેના તમામ ગીતો હિટ થઈ રહ્યા છે. રવિ પુજારી તરફથી ધમકી અને ખંડણીની માંગ કરાયા બાદ બોલીવુડમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે.

You might also like