।।શ્રદ્ધાયા યત્ કિ્યતે તત્ શ્રાદ્ધ।।

ખરેખર, અાપણાં શાસ્ત્રો, અાગમો, નિગમો, વેદ, પુરાણ, ઉપપુરાણ, સંહિતા ખૂબ સન્માનપાત્ર તથા પુષ્કળ જ્ઞાનથી સમૃદ્ધ છે. તેમાં જે કાંઈ છે તેની બહાર જગતની કોઈ જ વસ્તુ નથી. તેથી એમ કહી શકાય કે જગતના તમામ ધર્મોનો નિચોડ અાપણાં શાસ્ત્રો, અગમ, નિગમ, વેદ, પુરાણ, ઉપપુરાણ, સંહિતા વગેરેમાં જ છે.  અાપણાં શાસ્ત્રોમાં શ્રાદ્ધ વિશે બહુ લખાયું નથી છતાં એટલું બધું લખાયું છે કે તે ઓળંગતા અાપણને સાત સમુદ્ર પાર કર્યાનો થાક લાગે. શ્રાદ્ધ એટલે જે તે વ્યક્તિ પાછળ કરાતી ધર્મયુક્ત ક્રિયા.

બ્રહ્મપુરાણ કહે છે કે, શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં અાવેલ શ્રાદ્ધમાં જે તે પિતૃને જે પિંડ અર્પણ કરાય છે તે પિંડ ઉપર પડતા પાણીનાં નાનાં ટીપાં પશુ કે પક્ષી કોઈપણ યોનિમાં પડેલી પિતૃને પોષણ અાપે છે તેમાં કોઈ મીનમેખ નથી. જે સંતાનો પિતૃને અનુસરતાં નથી. તેઓ કૃતધ્ન છે. મનુષ્યનો જન્મ મળવો ખૂબ દુર્લભ છે મનુષ્ય,દેવ, ઋષિ, પિતૃઓનો સદાય ઋણી રહે છે. અા જ કારણે તે પિતૃદેવ યાદ કરી શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ. ઘણા મનુષ્યો શ્રાદ્ધના સોળે સોળ દિવસ પીપળાનાં મૂળમાં જળ સિંચન કરી, વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરે છે. અામ કરી પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો ઉત્તમ પ્રયાસ કરે છે. ઘણા મનુષ્ય પિતૃનેે યાદ કરી દરરોજ પીપળાના મૂળમાં જળ સિંચન કરી તેમની સદ્ગતિ ઝંખે છે. તેમનો મૂળ હેતુ ભગવાન વિષ્ણુની કૃપાથી તેમના પિતૃ કે સ્વજનને મોક્ષ મળે  તે જ હોય છે.

શ્રાદ્ધ કરવાથી પિતૃ અાવાગમનથી, બંધનથી મુક્ત થાય છે મોક્ષ પ્રાપ્ત કરે છે. જો કોઈ મનુષ્ય પોતાનાં પિતૃને યાદ કરી એક દિવસ પણ શ્રાદ્ધ કરે તો તે પિતૃ અવશ્ય સદ્ગતિ પામે જ છે. તેમાં કોઈ મીનમેખ નથી. અામી કરનાર મનુષ્યની વેલ ખૂબ પાંગરે છે. તે ખૂબ સુખી થાય છે. 

શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામંા અાવેલા શ્રાદ્ધમાં જે તે પિતૃને જે પિંડ અર્પણ કરાય છે. તે પિંડ ઉપર પડતાં નાનામાં નાના જળ બિંદુ જે તે પિતૃને પોષણ અાપી તેમને તૃપ્ત બનાવે છે.  જો કોઈ મનુષ્યનું બાળક બાલ્યાવસ્થામાં મૃત્યુ પામ્યું હોય તો તેના પાછળ કરાયેલ સમાર્જનનું જળ તેના અાત્માને તૃપ્ત કરે છે, હા એક વાત અત્રે ખાસ લખવાની કે, શ્રાદ્ધના સોળે સોળ દિવસ માંસયુક્ત ભોજન, લસણ, ડુંગળી, ગાજર, મૂળા, અાથો અાવેલ પદાર્થો, રસ, ગંધથી દૂષિત પદાર્થોનો ત્યાગ કરવો. દારૂ, જુગાર તથા અન્ય ષડ્ રિપુનો પણ ત્યાગ કરવો. મન, વચન તથા કાયાથી પવિત્ર રહેવું, ક્રોધ કરવો નહીં, ઘરમાં કોઈનીય અાંખમાંથી અાંસુ ન પડે તે ખાસ જોવું. શ્રાદ્ધ ફક્ત પિતૃનાં કલ્યાણ માટે હોય છે તે વાત સાચી પરંતુ તેનો અર્થ એ નહીં કે ઘરના અન્ય સભ્યને દુભવવા તેમનું અપમાન કરવું તેમને તરછોડવા. જો એક બાજુ તમે મૃત સ્વજનને યાદ કરી તેમનું શ્રાદ્ધ કરો અને બીજી બાજુ અન્ય વડીલોને દુભવો કે તેમનું અપમાન કરો તે બહુ અયોગ્ય બાબત છે. 

શ્રાદ્ધનો એક અર્થ અહીં એ કરીએ છે કે શ્રાદ્ધ દરમિયાન ઘરના પૂર્વજને જે તે તિથિએ શ્રાદ્ધથી યાદ કરી તેમના સદ્ગતિ માટે કરાતી ધર્મયુક્ત ધાર્મિક ક્રિયા. અા ક્રિયા કરવાથી જે તે પૂર્વજ સદ્ગતિ પામે છે. તેમાં કોઈ મીનમેખ નથી. શ્રાદ્ધમાં ત્રણ પિંડ હોય છે પ્રથમ વરુણદેવને, જે જળમાં સમર્પિત કરવો. બીજો પ્રધાન પત્નીને અર્પણ કરાય છેતો ત્રીજો પિંડ અગ્નિદેવને અર્પણ કરાય છે. શ્રાદ્ધ પૃથ્વી ઉપર કરાતું હોવાથી પૃથ્વી માતાને પણ યાદ કરી તેમનું પૂજન અવશ્ય કરવું. •

You might also like