16MP કેમેરો અને ફૂલ એચડી ડિસ્પ્લેની સાથે લોન્ચ થયો Nubia Z11 Mini

નવી દિલ્હી: દુનિયાની ટોપ 10 સ્માર્ટફોન મેકર્સમાં સામેલ ચીની ટેક કંપની ZTE એ એક નવી સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ Nubia સિરીઝ હેઠળ Z11 Mini લોન્ચ કર્યો છે જેની કિંમત CNY 1,499 ( લગભગ 15,000 રૂપિયા) છે. તેનું વેચાણ 25 એપ્રિલથી શરૂ થશે.

કંપની તેનો પ્રચાર મોબાઇલ ફોન પ્રોફેશંલ ફોટોગ્રાફીના નામથી કરી રહી છે. તમને જણાવી દઇએ કે તેમાં f/2.0 અપર્ચર, ઓટોફોકસ અને 6P લેંસથી સજ્જ 16 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સાથે જ તેનો સેલ્ફી કેમેરો 8 મેગાપિક્સલનો છે.

આ ફોન ડ્યુઅલ હાઇબ્રિડ સિમ સપોર્ટ કરે છે. એટલે કે એક સ્લોટમાં સિમ અને બીજામાં સિમ અથવા માઇક્રો એસડી કર્ડ લગાવી શકાય છે. તેમાં 5 ઇંચની એચડી સ્ક્રીનની સાથે ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 617 પ્રોસેસર અને 3GB રેમ આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ મેમરી 64GB છે. જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી 200GB સુધી લઇ જઇ શકાય છે.

આ ફોનમાં એક ફિંગરપ્રિંટ સેંસર આપવામાં આવ્યું છે જે ફોનને અનલોક કરવા ઉપરાંત બીજા પણ કામ કરે છે. તેને યૂજર્સ સ્ક્રીનશોટ લેવા માટે કે કેમરાના શટર બટન તરીકે પણ ઉપયોગ કરી શકે છે.

You might also like