Categories: Tech

યુવાઓને ડાયરી નહીં મોબાઇલ, લેપટોપ પસંદ

આજથી થોડાંક જ વર્ષો પહેલાંની વાત કરીએ તો ડાયરી એ આપણા જીવનનું અભિન્ન અંગ હતી. આપણે જીવનની તમામ નાની-મોટી તેમજ ખાટીમીઠી યાદોને ડાયરીમાં સાચવીને રાખતાં હતા. એવું કહી શકાય કે ડાયરી એ જીવનનો એક અદ્ભુત દસ્તાવેજ હતી જે આપણી આગામી પેઢીને આપણા જીવનના અનુભવો વિશે જાણકારી આપતી હતી. સમય બદલાતાં હવે આજની યુવાપેઢીમાં ડાયરી વીસરાઈ રહી છે. સમયની સાથે ડાયરીનું લેખન અને આવડત બંને લુપ્ત થઈ રહ્યાં છે.

આજકાલ ડાયરીનો ઉપયોગ માત્ર કોર્પોરેટ કલ્ચર કે ઓફિસ યુઝ પૂરતો જ સીમિત થઈ ગયો છે. કોઈને ભેટ આપવા માટે કે કોઈ કંપની પોતાના પ્રમોશન માટે તેનો ઉપયોગ કરે છે. અમદાવાદના ડાયરી મેન્યુફેક્ચરર યજ્ઞેશભાઈ પંડ્યા કહે છે, “ડાયરીના વેચાણમાં ખાસ કોઈ ઘટાડો નથી થયો.

કોર્પોરેટ કલ્ચરમાં હજુ પણ કંપનીઓ દર વર્ષે ડાયરીઓ છપાવીને પોતાના કર્મચારીઓને આપે છે. જોકે પૉકેટ ડાયરીનો ક્રેઝ હવે નથી રહ્યો અને પહેલાં જેવી સ્પેશ્યલ ડાયરીઓ પણ હવે નથી છપાતી. હવે તો તારીખ કે વર્ષ વિનાની ડાયરીઓ છપાય છે. જેનો ઉપયોગ ગૃહિણીઓ પોતાનો હિસાબ રાખવા માટે વધારે કરે છે.”

યુવાપેઢીની વાત કરીએ તો તેઓ ડાયરીનો ઉપયોગ નહીંવત્ કરી રહ્યાં છે. યુવાપેઢી એવું વિચારે છે કે, કોઈ પણ નોટ્સ લખવા માટે તેમની પાસે મોબાઇલ અને લેપટોપ ઉપલબ્ધ છે. તેમાં સરળતાથી નોટ્સ લખી શકાય છે. તો પછી ડાયરીની શું જરૂર છે?

યુવાઓના કહેવાનુસાર એક સમયે તમારી પાસે ડાયરી હોય કે ના હોય, પરંતુ મોબાઇલ તો હંમેશાં રહેવાનો. તેથી યુવાપેઢી ડાયરી કરતાં મોબાઇલને વધારે મહત્ત્વ આપી રહી છે. ડાયરીના શોખીન કેટલાક યુવાઓ દર વર્ષે નવી ડાયરી તો ખરીદે છે પરંતુ વર્ષના અંતે તે કોરી ને કોરી જ રહી જાય છે.

યુવાઓમાં જ્યારે ગિફ્ટ આપવાની વાત આવે ત્યારે ડાયરી એક સારો ઓપ્શન છે. આજે પણ કેટલાક યુવા હેન્ડમેડ ડાયરી અથવા તો ડિઝાઇનર ડાયરી બનાવીને પોતાની કોઈ નજીકની વ્યક્તિને ગિફ્ટ આપે છે. અમદાવાદની ફેશન ડિઝાઇનર ધરા શાહ કહે છે કે, “મેં મારા મિત્રને ગિફ્ટ આપવા માટે એક સ્પેશ્યલ ડાયરી ડિઝાઇન કરી હતી.”

સીમા કુનડિયા કહે છે કે, “આજે પણ અનેક લોકો ડાયરી લખતાં હશે, પરંતુ
યુવાપેઢીને હવે ડિજિટલ ડાયરી વધારે પસંદ આવી રહી છે. આ ડાયરી ખાનગી નથી રહેતી તે સાર્વજનિક થઇ જાય છે, પરંતુ તે સુવિધાજનક પણ છે. તેમાં જે તે પળના યાદગાર ફોટા પણ મૂકી શકાય છે અને ડિજિટલ ડાયરી માટે કાગળ-પેનની જરૂર નથી પડતી. “

મોબાઇલ અને લેપટોપને કારણે યુવાઓની લખવાની આદત છૂટી ગઇ છે. તેમને જો કલાકોના કલાકો સુધી ટાઇપ કરવાનું હોય તો તે સરળતાથી કરી શકે છે, પરંતુ કાગળ-પેન લઇને લખવાની વાત આવે ત્યારે તેઓ થોડીક જ વારમાં થાકી જાય છે.

ડિજિટલ ડાયરી તેનું જ પરિણામ છે. લખવાની આદત છૂટવાને કારણે આજની યુવાપેઢીના અક્ષરો પણ બગડ્યા છે. પહેલાં તો અભ્યાસ પૂરો કર્યા બાદ યુવાઓ ડાયરી કે નોટપેડ પર કંઇક લખવાનું ચાલુ રાખતા હતા. તેથી તેમના અક્ષરો પણ વ્યવસ્થિત રહેતાં હતા. હવે તો તે પણ વીસરાયું.

પારુલ ચૌધરી

admin

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

5 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

5 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

5 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

5 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

5 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

5 hours ago