Categories: Tech

YUએ લોન્ચ કર્યો સ્માર્ટફોન, ફૂલ મેટલ બોડી અને 4GB રેમ

નવી દિલ્હી: સ્વદેશી કંપની માઇક્રોમેસની સહાયક કંપની Yu Televenturesએ પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન Yunicorn લોન્ચ કર્યો છે. દેખાવમાં આ ફોન Redmi Note 3 અને Meizu M3 જેવો લાગે છે. પહેલાં મહિને તેને 12,999 રૂપિયામાં ફક્ત ફ્લિપકાર્ટ પર વેચવામાં આવશે. તેના માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થશે અને 7 જૂનને બપોરે 2 વાગ્યાથી ફ્લેશ સેલના માધ્યમથી તેનું વેચાણ થશે.

Cyanogen Mod નહી, પરંતુ Android 5.1 લોલીપોપ
આ પહેલાં ફ્લેગશિપ Yutopiaમાં કંપનીએ Cyanogen Mod ઓએસ આપી હતી પરંતુ આ વખતે કંપની સ્ટોર એન્ડ્રોઇડ તરફ વળતી જોવા મળી રહી છે. જો કે તેમાં જૂના એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે તેમાં માર્શમૈલોનું અપગ્રેડ ટૂંક સમયમાં આવશે. તમને જણાવી દઇએ કે બજારમાં 5000 રૂપિયાવાળા સ્માર્ટફોન પણ છે જેમાં એન્ડ્રોઇડ માર્શમૈલો આપવામાં આવ્યું છે.

4GB રેમ અને 32GB ઇન્ટરનલ મેમરી 5.5 ફૂલ એચડી ડિસ્પ્લેવાળા આ ફૂલ મેટલ સ્માર્ટફોનમાં MediaTek Helio P10 ચિપસેટની સાથે 4GB રેમ આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ મેમરી 32GB છે જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારીને 128GB સુધી કરી શકાય છે. તેમાં ડુઅલ હાઇબ્રિડ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. અને હોમ બટનમાં ફિંગરપ્રિંટ સ્કેનર છે.

13 મેગાપિક્સલ રિયર કેમેરો અને 4,000mAh બેટરી ફોટોગ્રાફી માટે તેમાં ડુઅલ એલઇડી ફ્લેશની સાથે 13 મેગાપિક્સલ રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. તેની બેટરી 4,000mAhની છે. અને કંપનીનો દાવો છે કે આ 20 કલાક સુધી ટોકટાઇમ અને 500 કલાક સ્ટેન્ડબાય બેકઅપ આપશે. આ ઉપરાંત આ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

admin

Recent Posts

શહેરનાં 2236 મકાન પર કાયમી ‘હેરિટેજ પ્લેટ’ લાગશેઃ ડિઝાઇન તૈયાર

અમદાવાદ: મુંબઇ, દિલ્હી જેવાં દેશનાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શહેરોને પછાડીને અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હે‌રીટેજ સિટી જાહેર કરાયું છે…

10 mins ago

તમામ પાપમાંથી મુક્તિ આપનારી પરિવર્તિની એકાદશી

એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં…

17 mins ago

Stock Market : ત્રણ દિવસમાં રોકાણકારોના રૂ. 3.62 લાખ કરોડ ડૂબ્યા

નવી દિલ્હી: આ સપ્તાહની શરૂઆતથી જ ત્રણ દિવસ સુધી શેરબજાર સતત રેડ ઝોનમાં જોવા મળ્યું છે. ગઇ કાલે પણ સેન્સેક્સ…

21 mins ago

ખારીકટ કેનાલમાં CCTV કેમેરા લગાવ્યા પણ જુએ છે કોણ?

અમદાવાદ: ગત તા. ૧ મેથી તા. ૩૧ મે સુધી શહેરમાં રાજ્ય સરકારના સુજલામ સૂફલામ જળ અ‌િભયાન ૨૦૧૮ હેઠળ તળાવોને ઊંડા…

27 mins ago

LG હોસ્પિટલમાં જાવ તો મોબાઈલ ફોનનું ધ્યાન રાખજો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં ગંદકી જેવી સમસ્યા તો દર્દીઓને પરેશાન કરે છે પરંતુ હવે તો મોબાઇલ ચોરનો ઉપદ્રવ…

29 mins ago

શહેરમાં બેફામ વાહનચાલકોએ એક વર્ષમાં 142નો લીધો ભોગ

અમદાવાદ: જાહેર રસ્તાઓ પર ફૂલસ્પીડે વાહન ચલાવતા વાહનચાલકોએ છેલ્લા એક વર્ષમાં જ ૧૪ર લોકોનો ભોગ લીધો છે. જયારે ૪૩ લોકો…

31 mins ago