Categories: Business

YouTubeથી કમાનારા લોકો માટે માઠા સમાચાર, 20 ફેબ્રુ. સુધીમાં કરો આ શરતો પૂરી

YouTubeથી રૂપિયા કમાવવા હવે વધારે મુશ્કેલ બનવા જઇ રહ્યું છે. કંપનીએ પોતાનાં પાર્ટનર પ્રોગ્રામને અપડેટ કરી છે. આનાં આધારે હવે ચેનલ અથવા ક્રિએટરને રૂપિયા કમાવવા માટે વધારે સબસ્ક્રાઇબર્સ હોવાં જોઇએ.

હવે એવી જ ચેનલોને જાહેરાત મળશે કે જેની પાસે ઓછામાં ઓછા 1000 સબસ્ક્રાઇબર્સ હોય અને 12 મહિનામાં ઓછામાં ઓછા 4000 કલાક વીડિયો ચેનલ પર જોવાં મળ્યા હોય.

તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ કંપનીએ મિનિમમ વ્યૂઝ 10 હજાર રાખ્યા હતાં એટલે કે અત્યાર સુધી 10 હજાર વ્યૂઝ પૂર્ણ થવા પર જાહેરાત મળતી હતી. યૂટ્યૂબે પોતાની બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે 20 ફેબ્રુઆરી આ માટેની અંતિમ તારીખ હશે.

એટલે કે જે ચેનલનાં વીડિયોને 4000 કલાકનાં વ્યૂઝ નહીં મળે અને 1000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ નહીં થાય એમણે 20 ફેબ્રુઆરી બાદ જાહેરાત નહીં મળે. યૂટ્યૂબે આ નિર્ણય લોગલ પૉલની હાલિયા ઘટના બાદ લીધો છે. જેમાં ડિસ્ટર્બ કરવાવાળા કન્ટેન્ટ હતાં. આ વીડિયોમાં જાપાનનાં એક ફોરેસ્ટમાં ડેડ બોડી દેખાડવામાં આવી હતી.

આપણે જાણીએ છીએ કે હજારો લોકો યૂટ્યૂબનાં પાર્ટનર પ્રોગ્રામનાં આધારે દર વર્ષે રૂપિયા કમાતા હોય છે પરંતુ યૂટ્યૂબનાં નવા નિયમો બાદ હવે વધારે ક્રિએટર્સને રૂપિયા કમાવવામાં મુશ્કેલી સર્જાશે.

Dhruv Brahmbhatt

Recent Posts

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

1 hour ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

2 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

3 hours ago

દેશનાં 8 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

અમદાવાદઃ હવામાન વિભાગે દેશનાં 8 રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેનાં પગલે ગઈ કાલથી અમદાવાદ સહિત અનેક…

3 hours ago

આયુષ્યમાન ભારતઃ જાણો PM મોદીની આ યોજનાનો લાભ આપને મળશે કે નહીં?

મોદી સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના એટલે કે જન આરોગ્ય યોજનાનો આજે ભવ્ય શુભારંભ થવા જઇ રહેલ છે. ત્યારે આ…

4 hours ago

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

20 hours ago