Facebook Live સામે Youtube લાવ્યું મોબાઇલ લાઇવ સ્ટ્રિમિંગ, ફેન્સ દ્વારા કરો કમાણી

અમદાવાદ: ફેસબુક Live ને ટક્કર આપવા યુટ્યુબે પોતાના યુઝર્સના માટે લાઇવ સ્ટ્રિમિંગ ફીચર શરૂ કર્યું છે. આ ફીચરને હમણાં માત્ર એ જ યુઝર્સ વાપરી શકે છે જેઓ પાસે 10 હજારથી વધુ સબ્સક્રાઇબર્સ છે.

યુટ્યુબ જલદી જ પોતાના અન્ય યુઝર્સ માટે આ ફિચર શરૂ કરશે. યુટ્યુબના જણાવ્યા પ્રમાણે, લાઇવ સ્ટ્રિમિંગથી યુજર્સને પોતાનો વિચાર અને ક્રિએટિવિટિ દેખાડવા અને વધુ તક મળશે.

યુટ્યુબના આ ફિચરના ઉપયોગ કરવાથી તમારા મોબાઇલ પર એની એપ હોવી જોઈએ. ત્યાર બાદ તમે આ એપમાં કેપ્ચર બટન દબાવીને લાઇવ સ્ટ્રિમિંગ જોઈ શકો છો. યુઝર્સ લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન વીડિયો જે વીડિયો બનાવશે તે બાકી યુટ્યુબ વીડિયોની જેમ જ ફિચર કરશે.

જણાવી દઈએ કે યુટ્યુબે વર્ષ 2011માં જ લાઇવ સ્ટ્રીમિંગનું ફીચર લોન્ચ કર્યું હતું. 2016માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચુંટણી દરમિયાન પ્રેસિડેન્શિયલ ડિબેટને સૌથી વધુ યુટ્યુબના પોલિટિકલ લાઇવ સ્ટ્રિમિંગ પર જોવામાં આવ્યા હતા. તેના પછી યુટ્યુબથી યુઝર્સના ફિડબેકને આધારે એમાં ઘણા ફરેફારો કરવામાં આવ્યા હતા.

You might also like