You tubeએ બાળકો માટે લોન્ચ કરી ખાસ એપ ‘You Tube Kids’

You tubeએ ભારતમાં ખાસ કરીને બાળકો માટે સ્પેશિયલ વિડીયો પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. You Tube Kids નામનું આ ચાઇલ્ડ ફ્રેન્ડલી એપ્લીકેશન ભારતમાં ગૂગલ પ્લે અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. આ એપ્લીકેશનના ફીચર્સ અને કોન્ટેન્ટને ખાસ કરીને બાળકો માટે કસ્ટમાઇઝ કરવામાં આવ્યું છે.

આ એપ્લીકેશન માટે વિડીયઓ બનાવવા માટે કેપનીએ ભારતમાં ટોપ કોન્ટેન્ટ ક્રિએટર્સ સાથે હાથ મળાવ્યો છે. એન્ડ્રોઇડ અને ios એપ્લીકેશનનો ઇન્ટરફેસ એવો છે કે બાળકો સરળતાથી ઉપયોગ કરી શકે છે. ફોટા મોટા છે અને આઇકોન બોલ્ડ છે. યૂટ્યૂબનું કહેવું છે કે એનાથી બાળકોનું નેવિગેટ કરવાની સુવિધા હોય છે. નવી એપ્લીકેશન વોઇસ સર્ચ સપોર્ટ પણ આપે છે, જેનાથી બાળક પણ ઉપયોગ કરી શકશે, જે બાળકને સ્પેલિંગ વગેરેનું જ્ઞાન નથી.

આ એપ્લીકેશન શો , મ્યૂઝિક અને લર્નિગ પ્રાગ્રામ દેખાડશે. એમાં બાળકો માટે ખાસ કરીને ઘણા જાણીતા કિડ્સ પ્રોગ્રામ ઉપલબ્ધ થશે. એમાં ઘણા પેરન્ટલ કંટ્રોલ ફીચર્સ પણ હશે, જેનાથી પેરેન્ટસ એવું નક્કી કરી શકશે કે બાળક શું જોઇ શકે છે. આ ફીચર્સમાં સર્ચ સેટિંગ્સ, પાસકોડનું પ્રાવધાન અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક અથવા સાઉન્ડ ઇફેક્ટસને ઓફ કરવાનું આપવામાં આવ્યું છે.

આ એપ્લીકેશનને ક્રોમકાસ્ટ, એપલ ટીવી અને ગેમિંગ કંસોલ્સની મદદથી ટીવી પર પણ સ્ટ્રીમ કરવામાં આી શકે છે. આ સ્માર્ટ ટીવી સાથે પણ કામ કરે છે. ગૂગલ પોતે પણ વિડીયો પર નજર રાખશે અને પેરેન્ટસ પણ કંઇક આપત્તિજનક આવવા પર ફ્લેગ કરી શકશે. આ એપ્લીકેશનને ફેબ્રુઆરી 2015માં લોન્ચ કરવામાં આવી હતી અને આશરે 20 દેશોમાં ઉપલબ્ધ છે.

You might also like