શરીરની ઊર્જાથી મોબાઈલ ફોન- અન્ય ઉપકરણ ચાર્જ થઈ શકશે

0 54

વોશિંગ્ટન, બુધવાર
લાંબા અંતરની મુસાફરી દરમિયાન મોટા ભાગના લોકોને મોબાઈલ ફોન અથવા અન્ય ઉપકરણને ચાર્જ કરવાની સમસ્યા રહેતી હોય છે ત્યારે હવે અમેરિકાના વિજ્ઞાનીઓએ તૈયાર કરેલા ખાસ પ્રકારના ટેબની મદદથી મોબાઈલ ફોન અથવા અન્ય ઉપકરણને સરળતાથી ચાર્જ કરી શકાશે, જેમાં માનવીના શરીરની ઊર્જાથી આવી સુવિધા મળી શકશે.

અમેરિકાની યુનિવર્સિટી એટ બફેલોના વિજ્ઞાનીઓએ માનવશરીર ઊર્જાનો ભંડાર છે તેમ માની એક ટેબને વિકસાવ્યું છે, જેમાં કોઈ પણ એક વસ્તુ બીજી ચીજના સંપર્કમાં આવે છે ત્યારે તે ચાર્જ અથવા અાવેશિત થઈને ટ્રાઈબોઈલેકિટ્ર‌િસટી ઉત્પન્ન કરે છે.

ટ્રાઈબોઈલેકિટ્રક અસરનો ઉપયોગ કરનારા નેનો જનરેટને બનાવવાનું મુશ્કેલ થવા સાથે મોઘું પણ પડે છે ત્યારે યુનિ. એટ બફેલો અને ચાઈનીઝ અેકેડેમી ઓફ સાયન્સના સંશોધનકારોએ બનાવેલા આ ટેબથી આવી સમસ્યા દૂર થઈ ગઈ છે.

આ ટેબમાં સોનાનાં બે પાતળાં આવરણ વચ્ચે સિલિકોનથી બનેલા પો‌િલમર (પીડીએમએમ)ને લગાવવામાં આવ્યું છે, જેમાં સોનાના એક પાતળા પડને એ રીતે ખેંચવામાં આવ્યું છે કે જેમાં તે પર્વત જેવી દેખાતી હોય. જ્યારે શરીરનો કોઈ પણ ભાગ અથવા આંગળીઓ આ ડિવાઈસ પર ફેરવવામાં આવે તો સોના અને પીડીએમએસ વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે અને તેના કારણે સોનાના પડની વચ્ચે ઈલેક્ટ્રોનનો પ્રવાહ તેજ થતાં ઇલેકિટ્રસિટી ઉત્પન્ન થાય છે.

લગભગ ૧.૫ સેન્ટિમીટર લાંબા અને એક સેમી પહોળાઈ ધરાવતા આ ટેબથી ૧૨૪ વોલ્ટ વીજળી ઉત્પન્ન કરી શકાય છે. આટલી વીજળીથી માત્ર મોબાઈલ ફોન જ નહિ પણ લાલ રંગની ૪૮ એલઈડી લાઈટ પણ એકસાથે ચાલુ કરી શકાય છે.

loading...

Leave A Reply

Your email address will not be published.