PAN CARD આવશે નવા લૂકમાં, જાણો આ થશે બદલાવ

કેન્દ્ર સરકારે PAN કાર્ડની ડિઝાઇનમાં ઘણા બદલાવ કર્યા છે. આ નવા આવનારા તમામ PAN કાર્ડમાં વધારે સિક્યોરિટી ફિચર્સ હશે, જેમાં જાણકારી સાથે કોઇ છેડછાડ ન કરી શકે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી 2 કંપનીઓ NSDL અને UIITSL PAN કાર્ડ જારી કરશે.

નવા જારી થનાર PAN કાર્ડમાં જે સૌથી મોટો ફેરફાર કર્યો છે એમાં આધાર કાર્ડની જેમ QR કોડ હશે. એનાથી કાર્ડ સ્કેન કરતાં જ કાર્ડ હોલ્ડરની બધી જાણકારી સામે આવી જશે. એનાથી વેરિફિકેશન પ્રોસેસ સરળ થઇ જશે. હવે કોઇ વ્યક્તિની પાસે પહેલા PAN કાર્ડ છે અને એ નવું PAN કાર્ડ લેવા ઇચ્છે છે, તો એ 107 રૂપિયાની ફી ભરીને અરજી કરી શકે છે.

પહેલાના PAN કાર્ડમાં નામ, પિતાનું નામ અને જન્મની તારીખ માત્ર અંગ્રેજી ભાષામાં થાય છે. એનાથી હિંદી ભાષીના લોકોને વાંચવા અને સમજવામાં સમસ્યા આવતી હતી. પરંતુ હવે નવા PAN કાર્ડમાં આ સારી જાણકારી હિંદીમાં પણ હશે.

આ જાણકારીમાં માત્ર હેડર બંને ભાષાઓમાં હશે, પરંતુ બાકી જાણકારી માત્ર અંગ્રેજીમાં હશે. આવું કેન્દ્ર સરકારની રાજભાષા પોલિસીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. પહેલાના PAN કાર્ડમાં પાન નંબર ડાબી બાજુ રહેતો હતો, પરંતુ હવે આ વચ્ચે હશે. જમણા હાથ પર ભારત સરકાર લખ્યું હશે અને એની નીચે ફોટો અને હસ્તાક્ષર કરવાની જગ્યા હશે.

સરાકારે આવુ પગલું નકલી PAN કાર્ડને રોકવા માટે ઊઠાવ્યું છે. નવી સિક્યોરિટી ફીચર્સના કારણે આવું કરવું શક્ય થશે. હાલ દેશમાં 130 કરોડની આબાદી છે પરંતુ માત્ર 25 કરોડ લોકોની પાસે જ પાન કાર્ડ છે. બેંકમાં અકાઉન્ટ ખોલાવવાથી લઇને અન્ય જરૂરૂ નાણાંકીય કાર્ય જેમ કે લોન, ક્રેડિટ કાર્ડ અને ઘણી સારી સરકારી યોજનાઓ માટે PAN કાર્ડ હોવું બંધન છે.

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર દર વર્ષે માત્ર 2.5 કરોડ લોકો પાન કાર્ડ માટે અરજી કરે છે. જેમાં નવા અને જૂના કાર્ડ હોલ્ડર પણ સામેલ છે. 2 લાખ રૂપિયાથી ઉપરના ટ્રાન્ઝેક્શન પર PAN કાર્ડ જરૂરી છે.

You might also like