અમદાવાદનાં અમરાઇવાડીમાં કિશોરની હત્યા કરાતા સ્થાનિકોમાં ભારે રોષ

અમદાવાદઃ શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં આવેલા શિલજનગરમાં એક કિશોરની હત્યા થઈ છે. કેટલાંક અસામાજીક તત્વોએ છરીનાં ઘા મારીને તેની હત્યા કરી નાખી છે. આ મામલે અમરાઈવાડી પોલીસે હત્યાનો ગંભીર ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ હત્યાનાં પગલે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવાં મળી રહ્યો છે. તેમજ રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે. અસામાજીક તત્વોનાં ત્રાસથી કંટાળીને મહિલાઓએ પોલીસ સ્ટેશન ખાતે ભારે હોબાળો મચાવ્યો છે.

અમરાઇવાડીનાં શિલજનગરમાં કિશોરની હત્યા
અસામાજીક તત્વોએ છરીનાં ઘા ઝીંકીને કરી હત્યા
અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
હત્યાની ઘટનાનાં કારણે સ્થાનિકોમાં ભારે રોષ

You might also like