Categories: Business

હવે ઉબેર અને અોલાની જેમ ફ્લાઈટ માટે પણ મળશે શેરિંગ સર્વિસ

નવી દિલ્હી: હવે તમે શેરિંગ દ્વારા સસ્તી વિમાન યાત્રા પણ કરી શકો છો. બિઝનેસ જેટ અોપરેટ કરનારી કંપનીઅો હવાઈ યાત્રાને વધુ સુવિધાજનક અને સસ્તી બનાવવા માટે અા પ્રકારની સર્વિસ અાપવાની તૈયારી કરી રહી છે. તે અોલા અને ઉબેર તરફથી અેપ દ્વારા અપાતી શેરિંગ કેબ સર્વિસ જેવી હશે. તેમાં એક કંપની માર્કેટમાં ઉપલબ્ધ તમામ બિઝનેસ જેટને એક પ્લેટફોર્મ પર રજૂ કરશે.

તેના દ્વારા યાત્રીઅો બુકિંગ કરાવી શકે છે. દેશમાં લગભગ ૧૨૯ જનરલ એવિઅેશન અોપરેટર છે તેમાંથી ૬૦ના ફ્લિટમાં ફિક્સ્ડ વિંગ અેરક્રાફ્ટ છે અને બાકીની પાસે માત્ર હેલિકોપ્ટર છે.  સામાન્ય રીતે મોટાભાગની એવિઅેશન ચાર્ટર કંપનીઅો માત્ર એક શહેર કે રિઝિયનમાં અોપરેટ કરે છે. અા કારણે તેઅો કસ્ટમર્સ સાથે પોતાના હોમ બેઝ પર એર ક્રાફ્ટને રાખવા સાથે જોડાયેલી કોસ્ટ, ટ્રિપની વાસ્તવિક કોસ્ટ અને ખાલી પાછા અાવવાની કોસ્ટ પણ વસૂલે છે.

પ્રાઈવેટ જેટ અને હેલિકોપ્ટર સર્વિસ અોનલાઈન અાપતી ફર્મ જેટ સેટ ગોનું કહેવું છે કે શેરિંગના મોડલની સાથે સાથે બિઝનેસ જેટને ચાર્ટર્ડ કરવાની કોસ્ટ ૫૦ ટકા ઘટી જાય છે. જેટ સેટ ગોના સીઈઅો અને કો ફાઉન્ડર કનિકા ટેકરીવાલ છે. અને તેના ઇન્વેસ્ટર્સમાં ક્રિકેટર યુવરાજસિંહ સામેલ છે.

બિઝનેસ ચાર્ટર્ડ સાથે જોડાયેલી અેરવનના પ્રમોટર અાલોક શર્માનું માનવું છે કે દેશમાં ચાર્ટર્ડ, બિઝનેસ, સેગમેટના સારા ગ્રોથની શક્યતાઅો છે. તેની કંપની લિઝર ટ્રાવલ માર્કેટમાં ઊતરવાની પણ યોજના બનાવી રહી છે. શર્માને એવિઅેશન ઇન્ડસ્ટ્રીનો લાંબો અનુભવ છે અને તે અેર સહારાના પૂર્વ સીઈઅો અને પ્રેસિડેન્ટ છે. બિઝનેસ અને લિઝર ટ્રાવેલ પર ફોકર્સ કરનારી દિલ્હીની ફ્લેપ્સ અેવિઅેશન અા મહિનાના અંત સુધી દેશમાં પહેલી એક્સક્લુઝિવ અેર એમ્બ્યુલન્સ સર્વિસ લોન્ચ કરવા જઈ રહી છે. તેના ટ્રેન્ડ પાઈલટ અમિતકુમારે કહ્યું કે અમે અમારો બેઝ દેશના નોન મેટ્ર્ો શહેરોમાં રાખીશું જ્યાં એર એમ્બ્યુલન્સ સર્વિસ માટે ડિમાન્ડ છે. અમારું લક્ષ્ય એર એમ્બ્યુલન્સને એક ઉચિત રેટ પર ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ કરાવવાનું છે. અમારો રેટ હાલના રેટની સરખામણીમાં લગભગ ૨૦ ટકા અોછો હશે.

divyesh

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

3 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

3 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

3 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

3 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

3 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

3 hours ago