ATMની લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી, આ જગ્યાઓ પરથી પણ કાઢી શકો છો કેશ

નવી દિલ્લી: જો તમે પણ બેંક અને એટીએમની બહાર લાઈનમાં ઊભા રહીને હેરાન હેરાન થઈ ગયા હો તો તમારી પાસે પણ પૈસા કાઢવાનો એક વિકલ્પ છે. વોડાફોન પોતાના સ્ટોરમાં કેશ પણ ઉપલબ્ધ કરાવશે. પરંતુ એના માટે તમારે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

વોડાફોને પોતાના ગ્રાહકોને મોકલેલા મેસેજમાં જણાવ્યું છે કે તેઓની વોલેટ સર્વિસ m-pesa નો ઉપયોગ કરનારા ગ્રાહકો કોઈ પણ વોડાફોન સ્ટોરમાંથી કેશ મેળવી શકે છે.

કેવી રીતે મળશે પૈસા?
1. તમારી પાસે વોડાફોનનું m-pesa મોબાઇલ વોલેટ હોવું જરૂરી છે.

2. વોડાફોન સ્ટોરમાંથી કેશ મેળવવા માટે તમારે વોલેટમાં જોઈતી રકમ રાખવી પડશે.

3. રકમ કેશમાં મેળવવા માટે વોડાફોન સ્ટોરમાં જઈને આઈડી બતાવવું પડશે.

4. આઈડીને વોડાફોન સ્ટોર માત્ર આધાર કાર્ડ સ્વીકારશે. આધાર કાર્ડ બતાવ્યા પછી સ્ટોરમાંથી પૈસા મળી રહેશે.

5. ગ્રાહકો કોઈ પણ વોડાફોન સ્ટોરમાંથી આ સેવાનો લાભ લઈ શકે છે.
બીગ બજાર પણ કરી ચૂક્યું છે જાહેરાત

આ પહેલા બીગ બજાર પણ જનતાની સહુલિયત માટે બેંકના નિયમોને આધારે એક દિવસમાં 2000 રૂપિયા સુધી કેશ કાઢવાની ઓફર છે. બિગ બજારમાં દરેક સ્ટોરમાં ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને કેશ આપવામાં આવી શકે છે.

You might also like