શું તમે ડાઇટિંગ નથી કરી શકતા? આ 7 ટિપ્સથી ઘટાડો વજન

વજન ઘટાડવા માટે લોકો બધાથી પહેલાં ડાયટિંગ અથવા જિમનો સહારો લેતા હોય છે, પરંતુ મનપસંદ ડીશ જોઈ ખુદને રોકવું મુશ્કેલ બની જાય છે. જો તમને પણ વજન ઘટાડવા ડાયટિંગ કરવું મુશ્કેલ લાગતું હોય તો, આ ટિપ્સ ઉપયોગી બની શકે છે.

– તમારા ભોજનને શક્ય હોય તેટલું વધારે ચાવવું, વધુ ચાવેલું ભોજન જલ્દી પચી જાય છે, તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. જમતી વખતે ઉતાવળ ટાળવી.

– એક સંશોધન અનુસાર જે લોકો જેટલા વધુ ઊંઘતા હોય તેટલું તેમનું વજન ઘટતું હોય છે. શોધ અનુસાર દરરોજ રાત્રે એક કલાક વધુ ઊંઘવાથી માણસ એક વર્ષમાં 14 પાઉન્ડ વજન ઘટાડી શકે છે, પરંતુ જમ્યા પછી તરત ઊંઘવાની આદતથી દૂર રહેવું.

– વજન ઘટાડવામાં લીલી ચા ઉપયોગી છે. સામાન્ય ચામાં દૂધ અને ખાંડની ઉપલબ્ધતાને લીધે, કૈલોરીનું પ્રમાણ વધે છે, જેના કારણે વજન વધે છે.

– વજન ઘટાડવા માટે નાસ્તો ક્યારેય છોડવો નહીં, અને નિયમિત ત્રણે ટાઈમનું ભોજન કરી લેવું, પરંતુ રાત્રે હલકો આહાર લેવો.

– જો તમારા મનપસંદ ડ્રેસ ટાઈટ છે, તો તેને તમારી આંખોની સામે રાખો, ટાઈટ ડ્રેસ તમને પાતળા બનવા માટે પ્રોત્સાહિત કરશે.

– જો તમે જિમમાં જવા ન માંગતા હોવ તો નિયમિત રીતે યોગ કરી શકો છો. એક શોધ અનુસાર સામે આવ્યું હતું કે, જે યોગ કરે છે તે, અન્ય લોકો કરતા વધુ વજન ઘટાડે છે.

– વધુ પડતું બહારનું ખાવાનું ટાળવું ,શક્ય હોય ત્યાં સુધી ઘરે બનાવીને ખાવું અને વધુ ખોરાકને રાંધવાનું પણ ટાળો. જ્યારે ખોરાક રાંધવામાં આવે છે, ત્યારે ત્યાં પોષક તત્વો હાજર હોય છે આના લીધે તમારી ભૂખ વધતી જાય છે અને તમે જરૂરતથી વધારે ખાઈ લો છો

You might also like