Categories: India

યોગી આદિત્યનાથનો કોંગ્રેસ પર પ્રહાર, ‘ટીપૂ સુલતાનની પૂજા કરે છે, હનુમાનની નહીં’

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સિદ્ધારમૈયા સરકાર પર પ્રહાર કર્યા હતા. યોગીજીએ કહ્યું હતું કે, જે રીતે હિંદુઓ અને ભાજપ કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી રહી છે, તે અરાજકતાની હદ બતાવે છે.

યોગી આદિત્યનાથે એક રેલીમાં વિધાનસભા ચૂંટણી બાદ કર્ણાટકમાં ભાજપને સરકાર બનાવવાથી કોઈ રોકી નહીં શકે તેવો દાવો પણ કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર 18મી સદીના મૈસૂરના શાસક ટીપૂ સુલતાન પ્રત્યે સન્માન દર્શાવવાને ભારતની પરંપરાનું અપમાન પણ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કર્ણાટકની કોંગ્રેસ સરકાર દ્વારા ટીપૂ જયંતી મનાવાયા બાદ વિવાદ પેદા થયો છે અને આ મુદ્દે મતભેદ પણ જોવા મળી રહ્યા છે. આદિત્યનાથે કર્ણાટકને ભગવાન હનુમાનની જમીન જણાવતા અને વિજયનગર સામ્રાજ્યનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ દુર્ભાગ્યની વાત છે કે, કોંગ્રેસ હનુમાન અને વિજયનગરની પૂજા કરવાની જગ્યાએ ટીપૂ સુલતાનની પૂજા કરી રહ્યું છે.

આદિત્યનાથે 2 વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ ફરક માત્ર માનસિકતાનો છે, કારણ કે કોંગ્રેસ દેશભરમાં માફિયા રાજ લાગુ કરવા માગે છે, જે રાહુલ ગાંધીને વારસામાં મળ્યા છે. જો કર્ણાટક એક જ વખતમાં કોંગ્રેસને ખારિજ કરી દેશે તો કોઈ ટીપૂ સુલતાનની પૂજા કરી શકશે નહીં.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago