CMયોગીની નવી પહેલ, મશીનમાં કચરો નાખો તો પૈસા મળશે, બનશે સ્વચ્છ ભારત

લખનઉને સ્વચ્છ રાખવા માટે યોગી સરકારે એક નવી પહેલ શરૂ કરી છે. સરકારે ગાર્બેજ વેન્ડિંગ મશીનનું ઉદ્દઘાટન કર્યું છે. પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે રાત્રે આ મશીનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ મશીનનું ATM કઈ રીતે કામ કરે છે, તે જોયું હતું. મશીનનું કામ જોઈ તેઓ ખુશ થઈ ગયા હતા.

મશીન એક નવું ઈનોવેશનઃ આદિત્યનાથ
યોગી આદિત્યનાથે કહ્યું કે, આ મશીન એક નવી શોધ છે, જેણે સાબિત કરી આપ્યું છે કે દરેક કચરાની એક કિંમત હોય છે. જેનો લાભ દરેક જણ લઈ શકે છે. આ મશીન વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત અભિયાન માટે માઈલ સ્ટોન સાબિત થશે. આદિત્યનાથે આ મશીન બનાવનાર મધુરેશનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે એવું પણ કહ્યું હતું કે, જો આ પ્રયોગ સફળ થશે તો તેઓ તેનો પ્રચાર આખા દેશમાં કરશે.

શું છે આ મશીનના ખાસિયત?
આ મશીનની ખાસિયત એ છે કે લોકો ‘ગાર્બેજ એટીએમ’ મશીનમાં પોતાના બેકાર કચરો નાખશે અને તેના બદલામાં લોકોને પૈસા મળશે. મશીનમાં એક પ્લાસ્ટિકની બોટલ નાખશો તો 1 રૂપિયો મળશે. કાચની બોટલ નાખશો તો 2 રૂપિયા મળશે. જો કે તમને જે પણ રૂપિયા મળશે તે તમારા ઈ-વૉલેટમાં જમા થઈ જશે. મશીનમાં કાર્ડ રીડર પણ છે, જેમાં કચરો નાખનારની પણ ઓળખ થઈ જાય છે. મશીનમાં 200 મીટરની રેન્જ સુધી ફ્રી વાઈ-ફાઈની સુવિધા પણ આપવામાં આવી છે.

You might also like