Categories: India

…તો બંગાળ, પંજાબ, કાશ્મીર પાક.ના કબજામાં હોતઃ યોગી

લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ટીકા કરનારા વિરોધ પક્ષો સામે નિશાન તાકતાં આજે જણાવ્યું હતું કે સંઘ દુનિયાનું એકમાત્ર એવું સંગઠન છે, જે સરકાર પાસેથી સહાય નથી લેતું, તેમ છતાં વિરોધ પક્ષો દરેક બાબતમાં આરએસએસનું નામ લે છે.

સીએમ યોગીએ વિધાનસભામાં રાજ્યપાલ રામ નાઈકના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચાના જવાબમાં જણાવ્યું હતું કે જો આરએસએસ અને ડો. શ્યામાપ્રસાદ મુખરજી (ભારતીય જનસંઘના સંસ્થાપક) ન હોત તો આજે પશ્ચિમ બંગાળ, પંજાબ અને કાશ્મીર પાકિસ્તાનના કબજામાં હોત.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવાં સંગઠનો પર ચર્ચા કરવી અયોગ્ય છે, કારણ કે તેને રાજકારણ સાથે કોઈ નિસબત નથી. આરએસએસ જ એકમાત્ર એવું સંગઠન છે, જે સરકાર પાસેથી કોઈ મદદ નથી લેતું. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો રાષ્ટ્રગીતને સાંપ્રદાયિકતા સાથે જોડવાની કોશિશ કરી રહ્યા છે. જો આરએસએસ ન હોત તો લોકો સ્કૂલોમાં વંદે માતરમ્ ગીત ભૂલી ગયા હોત. તેમણે જણાવ્યું હતું કે આરએસએસ દ્વારા ૬૪,૦૦૦ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવામાં આવી રહી છે.

ગંગા અને યમુનાના જળ સ્તરની સપાટી ઘટવા પર ચિંતા વ્યક્ત કરતાં યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે ગંગા અને યમુના આપણી ઓળખ છે અને જો તે ખતમ થઈ જશે તો આ દેશ અને તેની સંસ્કૃતિ ખતમ થઈ જશે.

divyesh

Recent Posts

પગમાંથી આવનારી દુર્ગંધથી છો પરેશાન!, તો અપનાવો આ ટિપ્સ…

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222798,222799,222800,222801"] ગરમીમાં સામાન્ય રીતે પરસેવો આવવો એ એક સામાન્ય વાત છે. બસ ફર્ક માત્ર એટલો છે…

7 mins ago

સૂકા મેવા ખાવાનાં છે અનેક ફાયદાઓ, જાણો કયા-કયાં?

સૂકો મેવો કે જેનું બીજી રીતે નટ્સ તરીકે ઓળખાય છે. સૂકો મેવો એ ન્યૂટ્રીશનનું પાવરહાઉસ છે. એમાં ચોક્કસ ફેટ અને…

1 hour ago

મોબાઇલ પર રેલવેની જનરલ ટિકિટનું બુકિંગ આજથી શરૂ

પટણા: પૂૂર્વ-મધ્ય રેલવે સ્ટેશન પર જનરલ ટિકિટ બુક કરવા માટે યાત્રીઓએ કલાકો સુધી ટિકિટ કાઉન્ટર પર ઊભાં રહેવું પડતું હતું.…

2 hours ago

કોહલીને ‘0’, મીરાંને ‘44’ પોઇન્ટ પર ખેલરત્ન, 80 પોઇન્ટ હોવા છતાં બજરંગ-વિનેશને ‘ઠેંગો’!

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા રમત પુરસ્કાર એટલે કે 'રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર' માટે કેટલાક ખેલાડીઓની પસંદગી કરાઈ છે. આ…

2 hours ago

રાજ્યમાં બે દિવસ હળવા વરસાદની આગાહી, રાજસ્થાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં સર્જાયું લો-પ્રેશર

અમદાવાદ: દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસ હવાનું દબાણ સર્જાતાં રાજ્યના અમરેલી અને અરવલ્લી જિલ્લામાં સતત મેઘમહેર થઇ રહી છે.…

3 hours ago

હવે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું મર્જર સંખ્યા ઘટાડીને 56માંથી 36 કરાશે

નવી દિલ્હી: સરકાર હવે જાહેર ક્ષેત્રની બેન્કો સાથે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોના (આરઆરબી)ના મર્જરની પણ પ્રક્રિયા શરૂ કરવા જઇ રહી છે.…

3 hours ago