NIAના નવા પ્રમુખપદે આજે યોગેશચંદ મોદી ચાર્જ સંભાળશે

નવી દિલ્હી: હરિયાણાના યોગેશચંદ મોદી આજે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ના નવા પ્રમુખ તરીકે ચાર્જ સંભાળશે. ૧૯૮૪ બેચના આઈપીએસ મોદી મૂળ હરિયાણાના ટોહાના કસ્બાના રહીશ છે. યોગેશચંદ મોદી ૨૦૦૨ના ગોધરાકાંડના કેસની તપાસ માટે રચાયેલી એસઆઈટીમાં હતા ત્યારે તેમણે નરેન્દ્ર મોદીને ક્લીન‌િચટ આપી હતી.

યોગેશચંદ મોદીના સ્વ. પિતા રામેશ્વરદાસ ગુપ્તા હરિયાણામાં આરએસએસ અને ભાજપના નેતા હતા. યોગેશ મોદી તેમના ચાર ભાઈમાં સૌથી નાના છે, તેમના સૌથી મોટાભાઈ સતીશચંદ ગુપ્તા ડોક્ટર છે, જ્યારે બીજા નંબરના ભાઈ યશપાલ સિંઘલ હરિયાણાના પોલીસવડા હતા અને હાલ રાજ્યના મુખ્ય માહિતી કમિશનર છે. યશપાલ સિંઘલ ૧૯૮૩ બેચના આઈપીએસ અધિકારી તરીકે રહી ચૂક્યા છે. ટોહાનામાં રહેતા સ્વ. રામેશ્વરદાસ ગુપ્તાનાં પરિવારજનોને મોદી પરિવારના નામેથી જ ઓળખવામાં આવતાં હતાં, પરંતુ જીંદમાં આવ્યા બાદ માત્ર યોગેશચંદનો પરિવાર જ તેમના નામ પાછળ મોદી લખે છે. યોગેશચંદની પુત્રી આસ્થા મોદી પણ આઈપીએસ અધિકારી છે.

You might also like