Movie Review: ‘યમલા પગલા દીવાના ફિર સે’, મહેમાન કલાકાર તરીકે જોવા મળશે સલમાન

યમલા પગલા દીવાના ફિલ્મ ૨૦૧૧માં રિલીઝ થઇ હતી. ત્યારબાદ ૨૦૧૩માં ‘યમલા પગલા દીવાના-૨’ ફિલ્મ રિલીઝ થઇ. આ ‘યમલા પગલા દીવાના ફિર સે’ આ સિરીઝની ત્રીજી ફિલ્મ છે. નિર્દેશક નવનિયતસિંહની આ પહેલી હિંદી ફિલ્મ છે. આ પહેલાં તેમણે ઘણી પંજાબી ફિલ્મો ડિરેક્ટ કરી છે.

પહેલી ફિલ્મને સમીર કર્ણિકે તો બીજી ફિલ્મને સંગીત સિવાને નિર્દેશિત કરી હતી. ત્રીજી ફિલ્મમાં ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલ છે. અગાઉની ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ નવી અભિનેત્રી કૃતિ ખરબંદા છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલ તો છે જ, પરંતુ આ ઉપરાંત ફિલ્મમાં સલમાન ખાન, રેખા, શત્રુઘ્ન સિંહા અને સોનાક્ષી સિંહા મહેમાન કલાકાર તરીકે જોવા મળશે.

ફિલ્મની કહાણી બે ભાઇઓ પૂરન (સની દેઓલ) અને કાલા (બોબી દેઓલ)ની છે. પૂરન ખૂબ જ નેકદિલ વ્યક્તિ છે, જ્યારે કાલા માત્ર પૈસા માટે જીવે છે. પૂરન એક વૈદ્ય પણ છે. પોતાના પૂર્વજો પાસેથી તેને વિરાસતમાં એવી જડીબુટ્ટી મળી છે, જેનાથી મનુષ્યની તમામ બીમારીઓ મૂળમાંથી દૂર થઇ જાય છે.

તે તેના દ્વારા ગરીબોનો ઇલાજ કરીને તેમની જિંદગી બચાવે છે, પરંતુ કાલા તેને વેચીને પૈસા કમાવા ઇચ્છે છે. પરમાર (ધર્મેન્દ્ર) ઉંમરલાયક છે, પરંતુ ખૂબ જ રંગીન મિજાજની વ્યક્તિ છે. તે હંમેશાં છોકરીઓ પાછળ ભાગતા રહે છે. સાથે તેઓ સારા વકીલ પણ છે.

પરમાર પૂરન અને કાલાના ઘરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે. પૂરન અને કાલા પોતાના એક કેસ માટે પરમારને પોતાની સાથે ગુજરાત લઇ જાય છે. ગુજરાતમાં કાલાને ચીકુ (કૃતિ ખરબંદા) નામની એક ગુજરાતી છોકરી સાથે પ્રેમ થાય છે. શું પરમાર પૂરન અને કાલાનો કેસ જીતી શકશે? શું ચીકુને પણ કાલા સાથે પ્રેમ થશે? શું પૂરન હંમેશાંની જેમ જડીબુટ્ટીથી ગરીબોનો ઇલાજ કરતો રહેશે? •

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

7 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

7 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

7 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

8 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

8 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

8 hours ago