Xolo લોન્ચ કર્યો Era 4K, 32 કલાક ચાલશે બેટરી

નવી દિલ્હી: Xoloએ 4000 mAhની બેટરી સાથે સ્માર્ટફોન XOLO Era 4K લોન્ચ કર્યો છે. તેની કીંમત ફક્ત 6,499 રૂપિયા છે. કંપનીના જણાવ્યા અનુસાર હાલમાં આ ફોનને ફક્ત ગેજેટ્સ 360ની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. ધ્યાન રહે કે તેના માટે રજિસ્ટ્રેશન 22 ફેબ્રુઆરેના રોજ સવારે 9:59 સુધી કરી શકાશે.

જાણો શું છે ખાસિયત
આ ડ્યૂલ સિમ સ્માર્ટફોનમાં 5 ઇંચની એચડી (720×1280 પિક્સલ) આઇપીએસ ડિસ્પ્લે છે. આ એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ પર કામ કરશે. આ 64 બિટ 1 ગીગાહર્ટ્ઝ કવાડ-કોર પ્રોસેસર અને 2 જીબી રેમથી સજ્જ છે. ફોનમાં ઇનબિલ્ટ સ્ટોરેજ 8 જીબી છે જેને માઇક્રોએસડી કાર્ડના માધ્યમથી 32 જીબી સુધી વધારી શકાય છે.

જાણો કેમેરા વિશે
આ ફોનમાં 8 મેગાપિક્સલના રિયર કેમેરાની સાથે ડ્યૂલ એલઇડી ફ્લેશ આપવામાં આવી છે. સાથે સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં ફેસ બ્યૂટીફાઇ, સ્માઇલ ડિટેક્શન, ગેસ્ચર કેપ્ચર, ફેસ ડિટેક્શન અને મલ્ટી એંગલ વ્યૂ મોડ સોફ્ટવેર ફીચર્સ પણ છે.

4000mahની બેટરી
આ ફોનનો વજન 157 ગ્રામ છે. આ ફોનને તમે વાઇટ અને બ્લૂ બે કલર્સમાં ખરીદી શકો છો. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની 4000 એમએએચની બેટરી જે 32 કલાક નોનસ્ટોપ ટોક ટાઇમ અને 624 કલાક સુધી સ્ટેન્ડ બાય ટાઇમ આપશે. કનેક્ટિવિટી માટે તેમાં 4જી એલટીઇ, જીપીએસ, બ્લૂટૂથ, વાઇફાઇ, એફએમ રેડિયો અને માઇકો-યૂએસબી છે.

સ્પેસિફિકેશન
પ્રોસેસર: 64 વિટ 1 ગીગાહર્ટ્ઝ ક્વાડ-કોર પ્રોસેસર રેમ: 2GB
કેમેરો: 8 મેગાપિક્સલ રિયર (With Flash), 5 મેગાપિક્સલ ફ્રન્ટ
ડિસ્પ્લે: 5 ફૂલ એચડી મેમરી: 8GB (તેને મેમરીકાર્ડના માધ્યમથી 32 GB સુધી વધારી શકાય છે)
બેટરી: 4000 mAh
ઓએસ: એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
કનેક્ટિવિટી: 4G LTE, જીપીએસ, બ્લ્યૂટૂથ, વાઇ-ફાઇ, 802.11, USB, એફએમ રેડિયો

You might also like