xiomiનો Mi Note 2 આવી શકે છે 6GB રેમ અને 128GB ઇન્ટરનલ મેમરી સાથે

ચીનની દિગ્ગજ ટેકનોલોજી ધરાવતી શાઓમી કંપની Mi Note 2 ની ફોટો અને તેની વિેશેની વિગતો લીંક થઇ ગઇ છે. જાણવા મળી રહ્યું છે કે આ ડિવાઇસ પ્રોટોટાઇપ છે. અગાઉના અહેવાલમાં જણાવ્યુ હતું કે Mi Note 2ની ડિસ્પેલ કર્વ્ડ ડિસ્પ્લે હશે.

એક રિપોર્ટ અનુસાર લીંક થયેલા ફોટામાં Mi 5 ની જેવો જોવા મળી રહ્યો છે. તેના બીજા ફોટોમાં તેની સ્ક્રીન કર્વ્ડ જોવા મળશે. તેના ફોટા સિવાય તે ફોનની સ્પેસિફિકેશન્સ પણ સામે આવી છે. સ્પેસિફિકેશન્સ અનુસાર Mi2 ક્વૉલ્કૉમ સ્નૈપડ્રૈગન 821 પ્રોસેસર સાથે 6GB રેમ સાથે 128GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવશે.

તે સિવાય આ ફોનમાં 2 રિયર કેમેરો અને 5.5 ઇંચની OLED પણ હશે. આ સિવાય 2 સ્ક્રીન રિઝોલુશનવાળા વૈરિઅંટ પણ આવી પણ શકે છે. જેમાં એક કલરફુલ HD હશે અને બીજો 2K રિઝોલુશનવાળો કેમેરો હશે.

હાલ જ રેડનીનો નોટ 3નું અપડેટ વર્ઝન Redmi Note 4 લોન્ચ થયું છે. તેમાં પણ બે ફેરફાર કરવામાં આવ્યા છે.જેના એક મોડલમાં 3GB રેમવાળો છે જ્યારે બીજા મોડલમાં 4GB રેમ આપવામાં આવી છે. Redmi Note 4 ફોનમાં ફુટ મેટલ બોડી, ફુલ HD સ્કીન અને ફિંગરપ્રિંટ સ્કેનરવાળો સ્માર્ટફોનની બજેટ વાળો ફોન છે અને આ ફોન સૌથી સારો ફોન હશે.

You might also like