આ વર્ષે ભારતમાં MIનાં 6 સ્માર્ટ ફોન થશે લોન્ચ

0 86

MIએ નોકિયાની જેમ સુપ્રસિદ્ધ બનવા માટે ભારતીય મોબાઇલમાં પોતાનું મન બનાવી લીધું છે. એક એવો સમય હતો કે જયારે નોકિયાનાં મોબાઈલની રિંગટોન શેરીમાં સાંભળવા મળતી હતી.

એક રિપોર્ટ અનુસાર આજે દર 7 વ્યક્તિઓમાંથી 5 વ્યક્તિ જોડે MIનાં ફોન જોવાં મળતાં હોય છે. બે નવા ફોન લોન્ચ કર્યા પછી MI NOTE5 અને NOTE5 PROએ રેકોર્ડ બનાવ્યો છે. જો કે હવે MI ભારતમાં 6 નવા ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે.

MI ઇન્ડિયાનાં મેનેજિંગ ડિરેક્ટર મનુ કુમાર જૈને જણાવ્યું હતું કે, આ વર્ષે કંપની ભારતમાં 6 નવા સ્માર્ટ ફોન રજૂ કરશે અને MIનાં 100 સર્વિસ સેન્ટર પણ ખુલશે. ચીન પછી ભારત MI માટેનું બીંજુ સૌથી મોટું બજાર ગણવામાં આવે છે.

તાજેતરમાં વર્ષ 2017નાં ચોથા ત્રિમાસિક ગાળામાં MIએ સેમસંગને પાછળ રાખીને ભારતનું સૌ પ્રથમ નંબર 1 સ્માર્ટ ફોન બ્રાન્ડનું ટાઇટલ જીત્યું છે. 14 March 2018નાં રોજ કંપની રેડમી 5 સ્માર્ટ ફોન ઓફર કરશે અને આ ફોન એમેઝોન ઇન્ડિયા પર મળશે.

loading...

Leave A Reply

Your email address will not be published.