Categories: Tech

Galaxy S6 જેવો હશે શાઓમીનો Mi 5

નવી દિલ્હી: ચીનની જાણીતી સ્માર્ટફોન મેકર કંપની શાઓમીના આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન Mi 5 લોન્ચ થવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ગત કેટલાક મહિનાથી તેની ડિટેલ અને ફોટો લીક થઇ રહ્યાં છે.ફરી એકવાર આ ફોનનો ફોટો લીક થયો છે. જેમાં આ સેમસંગ Galaxy S6 જેવો પ્રીમિયમ દેખાઇ છે.

આ ફોટામાં તેની સ્ક્રીન બ્લેકબેરી પ્રિવની માફક 2.5D કર્વ્ડ જેવી લાગી રહી છે. સમાચારોના અનુસાર તેમાં ગ્લાસ બેક અને મેટલ ફ્રેમ આપવામાં આવી શકે છે સાથે જ તેમાં કેપેસિટિવ બટનના બદલે સેમસંગ જેવું હોમ બટન પણ હોઇ શકે છે.

હોમ બટન હોવાની પાછળ કંપની હેતું ફિંગરપ્રિંટ સ્કેનર પણ હોઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવે લગભગ બધી કંપનીઓ પોતાના ફ્લેગશિપ અને હાઇ એન્ડ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિંટ સ્કેનર આપી રહી છે.

બે વેરિએંટમાં લોન્ચ થશે Mi 5
સમાચારોના અનુસાર હાર્ડવેરની દ્રષ્ટિએ આ ફોન દુનિયાનો સૌથી પાવરફૂલ સ્માર્ટફોનમાંનો એક હોઇ શકે છે. કારણ કે તેમાં ક્વાલકોમનું નવું પ્રોસેસર સ્નૈપડ્રૈફન 820 આપવામાં આવી શકે છે. તાજેતરમાં જ ક્વાલકોમે આ પ્રોસેસરને લોન્ચ કર્યું છે અને દાવો કર્યો છે કે આ અત્યાર સુધીનું સૌથી ઝડપી મોબાઇલ પ્રોસેસર હશે. આ ફોનમાં 3GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી શકે છે.

આ ફોન બે વર્જનમાં લોન્ચ કરવામાં આવશે તેવા પણ સમાચાર છે જેમાંથી એક વેરિએંટમાં 4GB રેમની સાથે 64GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવશે. આ ઉપરાંત ફોટોગ્રાફી માટે તેમાં 16 મેગાપિક્સલ રિયર અને 13 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો હોવાના પણ સમાચાર છે. કેમરામી સાથે કેટલાક ખાસ ફિચર્સ પણ આપવામાં આવશે જેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબ્લાઇજેશન સામેલ છે.

આ ફોનની સૌથી મોટી તાકાત તેની 2K ડિસ્પ્લે પણ હોઇ શકે છે કારણ કે આવી ડિસ્પ્લેવાળા ફોન બજારમાં ખૂબ ઓછા મળે છે. તાજેતરમાં જ સ્વેદેશી કંપની Yuએ Yutopia લોન્ચ કર્યો છે જેમાં 2K ડિસ્પ્લે આપવામાં આવી છે. આ કંપનીએ તેને દુનિયાનો સૌથી પાવરફૂલ સ્માર્ટફોન ગણાવ્યો છે.

Mi 5માં ક્વિક ચાર્જ 3.0ની સાથે 3,600mAhની બેટરી પણ આપવામાં આવી શકે છે. સાથે જ તેમાં એન્ડ્રોઇડ 6.0 માર્શમૈલો બેસ્ડ Mi UIનું નવું વર્જન પણ આપવામાં આવી શકે છે.

admin

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

4 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

5 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

6 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

6 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

6 hours ago