Xiaomi Mi 7નું સ્પેસીફિકેશન લીક થયું, 8GB રેમ સાથે લૉન્ચ થશે

0 2,542

ચાઈનીઝ સ્માર્ટફોન કંપની Xiaomi Mi 7નું સ્પેસીફિકેશન લીક થયું છે. કંપની આ ફોનને એપ્રિલમાં લૉન્ચ કરવાની છે, પરંતુ તેની પહેલા જ તેના ફીચર્સ સાથે જોડાયેલ સ્પેસીફિકેશન જાહેર થઈ ગયું છે. આ સ્માર્ટફોનનો એક સ્ક્રીનશૉટ પણ લીક થયો છે.

જાણકારી પ્રમાણે, આ સ્માર્ટફોન 8GB રેમ અને 4480mAhની બેટરી સાથે લૉન્ચ થશે. Xiaomi તરફથી ડિસેમ્બરમાં કહેવામાં આવ્યું હતું કે, આ ફોન સ્નેપડ્રેગન 845 પ્રોસેસરથી લેસ કંપનીનો પહેલો સ્માર્ટફોન હશે, જે એપ્રિલ 2018માં રિલીઝ થશે.

જાણકારી પ્રમાણે, Xiaomi Mi 7માં 5.6 ઈંચની ફુલ HD રેઝોલ્યૂશનવાળી ડિસ્પ્લે પણ તેમાં છે. આ ફોનમાં બેઝલ લેસ સ્ક્રીન પણ છે. આ ફોનમાં 16MP કેમેરો પણ આપવામાં આવ્યો છે અને 5 મેગા પિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ ફોન 8GB રેમ અને 128GB મેમરી સાથે લૉન્ચ કરાશે. આ સ્માર્ટફોનની બેટરી વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે.

loading...

Leave A Reply

Your email address will not be published.