Xiaomi Mi 6 Price and Specifications Tipped in New Leak | Sambhaav News
Sat, Jan 21, 2017
mobile apps
Sambhaav Audio News

શાઓમી MI 6ના ફિચર્સ થયા લીક, 6 GB રેમ અને 256 GB બિલ્ટ-ઈન સ્ટોરેજ

mi-6

ચીનની સ્માર્ટફોન કંપની શાઓમી નવા વેરિયન્ટ એમઆઈ 6ને આ વર્ષે લોન્ચ કરવા જઈ રહી છે આ પહેલા જ તેના કેટલાક ફિચર્સ લીક થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

એક રિપોર્ટ પ્રમાણે કંપની શાઓમી એમઆઈ 6ના બે વેરિયન્ટ લોન્ચ કરશે, જેમાં એકની કિંમત આશરે 20 હજાર અને બીજાની આશરે 25 હજાર રૂપિયા હોઈ શકે છે. એકનું નામ રેગ્યુલર એમઆઈ 6 અને બીજાનું એમઆઈ 6 પ્રો નામ રાખવામાં આવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે એમઆઈ 6નું મોટા પાયે ઉત્પાદન શરૂ કરવામાં આવી ચૂક્યું છે.

જાણો આ ફોનમાં કયા કયા ખાસ ફિચર્સ છે. રેગ્યુલર એમઆઈ 6માં ફ્લેટ સ્ક્રીન છે જ્યારે એમઆઈ 6 પ્રોમાં ડુઅલ કર્વ્ડ સ્ક્રીન હોઈ શકે છે. રેગ્યુલર એમઆઈ 6 અને 4 જીબી રેમ અને 128 જીબી બિલ્ટ-ઇન સ્ટોરેજ હોઈ શકે છે. જ્યારે કે એમઆઈ 6 પ્રોમાં 6 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ હોઈ શકે છે. આ સીરીઝના સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા હોઈ શકે છે.

આ બંને જ ફોનના વેરિયન્ટમાં એક બટન પણ હોઈ શકે છે જેમાં બિલ્ટ-ઇન ફિંગરપ્રિન્ટ સેન્સર હોઈ શકે છે. આ ફોનમાં 4000 એમએચની બેટરી પણ હોઈ શકે છે. આ સિવાય ઝડપથી બેટરી ચાર્જ કરવા માટે ક્વોલ્કોમનું ક્વિક ચાર્જ 4.0 ટેક્નોલોજી પણ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *