Xiaomiએ ભારતમાં ‘મેડ ઈન ઈન્ડિયા’ પાવર બેંક લૉન્ચ કર્યાં, જાણો તેની ખાસિયત

ચાઈના સ્માર્ટફોન કંપની શ્યાઓમીએ ભારતમાં પોતાનો ત્રીજો પ્લાન્ટ સ્થાપ્યો છે. તેની સાથે જ કંપનીએ ભારતમાં બનાવેલ પાવર બેંક પણ લૉન્ચ કરી છે. કંપનીએ ત્રીજો પ્લાન્ટ નોયડામાં બનાવ્યો છે. આ પ્લાન્ટ માટે શ્યાઓમીએ Hipad ટેક્નોલોજી સાથે ભાગીદારી પણ કરી છે.

Mi Power Bank 2iના બે વર્ઝન લૉન્ચ કરવામાં આવ્યા છે, જેમાં એક 10,000mAhની અને બીજી 20,000mAhની છે. ઉલ્લેખનીય છે કે Hipad ટેક્નોલોજી
શ્યાઓમીના પાવર બેંક બનાવવાનું કામ કરશે. આ પ્લાન્ટમાં દર મિનિટે 7 પાવર બેંક બનાવવામાં આવે છે.

શ્યાઓમીના વાઈસ પ્રેસિડેન્ટ જણાવે છે કે, ‘ભારતમાં શ્યાઓમી ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. Hipad ટેક્નોલોજી ચીનમાં પાવર બેંક બનાવે છે અને તેના પાવર બેંક ઘણા પોપ્યુલર પણ છે. જેથી અમે Hipad ટેક્નોલોજીને ભારતમાં પ્લાન્ટ બનાવવાની જવાબદારી આપી છે.’

બંને પાવર બેંક એલ્યુમિનિયમ ડિઝાઈનના છે અને ખૂબ સ્લિમ પણ છે. આ પાવરબેંકથી સ્માર્ટફોન અનેકવાર ચાર્જ કરી શકાય છે. 10,000mAh પાવરબેંકથી Mi A1 સ્માર્ટફોન 2.2 વાર ચાર્જ કરી શકાય છે અને Redmi Note 4ને 1.4 વાર ચાર્જ કરી શકાય છે.

You might also like