XIAOMIએ લોન્ચ કરી MIUI 10 O/S, જાણો શુ હશે અપડેટેડ ફીચર….

ચાઈનીસ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ ભારતમાં ગુરૂવારે પોતાનો નવો બજેટ સ્માર્ટફોન REDMI Y2 રજુ કર્યો છે જે ગયા વર્ષે લોન્ચ થયેલા REDMI Y1 નું અપગ્રેડ વર્ઝન છે. જણાવી દઈએ કે આ ફોનને શાઓમીએ ચીનમાં REDMI S2 નામથી લોન્ચ કર્યો હતો. ભારતમાં REDMI Y2ની સાથે કંપનીએ પોતાની ઓપરેટીંગ સિસ્ટમ MIUI 10 ને પણ લોન્ચ કરી છે અને સાથે જ એ પણ જણાવ્યુ કે તેનું અપડેટ ક્યા-ક્યા ફોનને મળશે. MIUI 10ના યુઝર ઈન્ટરફેસમાં કંપનીએ ઘણા ફેરફારો કર્યા છે. તેના અપડેટ બાદ સિંગલ રિયર કેમેરા સાથે પણ બેકગ્રાઉન્ડ બ્લર ઈફેક્ટની ફોટો ક્લિક કરી શકાશે. તો જાણો MIUI 10 માં શુ હશે ખાસ…..

પ્રોટ્રેટ મોડ

MIUI 10નું અપડેટ મળ્યા બાદ સિંગલ રિયર કેમેરામાં પણ બોકેહ ઈફેક્ટ (બેકગ્રાઉન્ડ બ્લર)ની ફોટો ક્લિક કરી શકાશે. આ ઉપરાંત ફ્રન્ટ કેમેરામાં પણ બોકેહ ઈફેક્ટ મળશે.

મેસેજમાં સિંગલ ટેપ કરીને એપ ઓપન કરો

MIUI 10 માં એક ખાસ ફીચર છે જેની મદદથી તમારા ફોનમાં ઘણી સ્ટોરેજ બચી જશે. દા.ત જો તમને કોઈ બેન્કનો મેસેજ આવે છે તો તમે મેસેજના બાજુમાં એક બટન મળશે જેના પર ક્લિક કરીને તમે ફોનમાં તે બેન્કની એપ ન હોવા છતા એપનો આનંદ ઉઠાવી શકશો. આ ફીચર અલગ અલગ એપ માટે અલગ-અલગ હશે.

કેમેરામાં ક્યુ આર કોડનો સપોર્ટ

MIUI 10ના અપડેટ બાદ તમારે કોઈ પ્રકારના પેમેન્ટ માટે એપ ખોલીને ક્યુ આર કોડ સ્કેન કરવાની ડરીર નહિ પડે. માન લો કે તમારે પેટીએમ એપથી પેમેન્ટ કરવુ છે તો તમે કેમેરા ઓપન કરીને પેમેન્ટ કરી શકો છો.

બ્રાઉઝરમાં દરેક પ્રકારની સેવાઓ

નવા અપડેટ બાદ આપને ફોનના બ્રાઉઝરમાં કેબ, શોપિંગ, મનોરંજન દરેક પ્રકારની એપ ઈન્ટિગ્રેશન મળશે. બીજા શબ્દોમાં કહિએ તો એપને ઓપન કરવા પર તમને, ઓલા, પેટીએમ, ફ્લિપકાર્ટ, મેકમાય ટ્રિપ જેવા એપના આઈકોન દેખાશે જેના પર ક્લિક કરીને તમે એપની મજા લઈ શકો છો, ભલે તમારા ફોનમાં તે એપ હોય કે ન હોય.

રિંગટોન

નવા અપડેટ બાદ તમને ઘણા પ્રકારની નવી રિંગટોન પણ મળશે જેમાં પાણી પડવાનો અવાડ, જંગલમાં ચાલી રહેલી હલચલનો અવાજ અને સમુદ્ર કિનારે પાણી વહેવાનો અવાજ શામેલ છે. આ રિંગટોનને તમે મેસેજટોનમાં સેટ કરી શકશો.

ક્યા ફોનને મળશે અપડેટ

જે ફોનને અપડેટ મળશે તેમાં MI MIX 2,MI 6, MI 5S PLUS, MI 5, MI 4, MI 3, MI NOTE 3, MI NOTE 2, MI MAX 2, MI MAX, REDMI NOTE 5, REDMI NOTE 5 PRO, REDMI NOTE 5 A, REDMI NOTE 5 A PRIME, REDMI NOTE 3, REDMI NOTE 4 , REDMI 5, REDMI 5A, REDMI 4A, REDMI 3S, REDMI Y2, REDMI Y1 LIGHT શામેલ છે, જો કે બીટા ટેસ્ટિંગ બાદ કંપની તેનું અપડેટ ક્યારે જાહેર કરશે તેની કોઈ સત્તાવાર જાણકારી નથી.

You might also like