XIAOMIનું MI ઈલેક્ટ્રિકલ સ્કુટર, મચ્છર મારવાનું ડિવાઈસ લોન્ચ…

સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ પોતાની એમઆઈ ઈલેક્ટ્રિટ સ્કુટરનું નવુ વર્ઝન લોન્ચ કર્યુ છે. આ ઉપરાંત કંપનીએ એક મચ્છર મારવાનું ડિવાઈસ પણ લોન્ચ કર્યુ છે. કંપનીએ વર્ષ 2016માં પહેલી વખત એમઆઈ ઈલેક્ટ્રિક સ્કુટર રજુ કર્યુ હતુ. આ વખતે કંપનીએ બાળકો માટે એક એમઆઈ મિની સ્કૂટર બજારમાં ઉતાર્યુ છે. શાઓમીના આ બંન્ને પ્રોડક્ટનું વેચાણ ચીનમાં 8 જૂનથી શરૂ થશે.

સ્કુટરની કિંમત અને ફીચર

શાઓમીના મિની સ્કુટમાં ડબલ સ્પ્રિંગ ગ્રેવિટીની સાથે સ્ટિરિંગ સિસ્ટમ આપવામાં આવી છે જે બાળકોને બેલેન્સમાં ઘણુ મદદગાર સાબિત થશે. આ સ્કુટરને 3 થી 6 વર્ષના બાળકો વાપરી શકે છે. સ્કુટરના પેન્ડલની લંબાઈ 567mm અને પહોળાઈ 134mm છે. આ સ્કુટર 50 કિલો સુધીનું વજન ઉપાડી શકે છે. તેમાં સ્પીડ કંટ્રોલ પમ આપવામાં આવ્યુ છે. કિંમતની વાત કરીએ તો તેની કિંમત 249 ચીની યુઆન એટલે કે લગભગ 2,600 રૂપિયા છે.

મચ્છર મારવાની ડિવાઈસ

mi ના પોર્ટેબલ મચ્છર મારવાની ડિવાઈસની કિંમત 59 ચીની યુઆન એટલે કે લગભગ 600 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે આ પાવરબેન્કથી પણ કામ કરી શકે છે. કંપનીના કહ્યા પ્રમાણે ડિવાઈસ 28 ક્યુબિક મીટર વાળા રૂમમાં આરામથી કામ કરી શકે છે. તેનું વજન 133 ગ્રામ છે. એક પેકેજમાં તે 30 થી 45 દિવસ કામ કરી શકે છે.

You might also like