લંડન સિટી એરપોર્ટમાં મળ્યો બીજા વિશ્વયુદ્ધ વખતનો બૉમ્બ, ફ્લાઈટો કરાઈ બંધ

લંડન સિટી એરપોર્ટમાં બૉમ્બ મળવાના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી. એવું જાણવા મળી રહ્યું છે કે આ બૉમ્બ બીજા વિશ્વ યુદ્ધ વખતનો છે. બૉમ્બ મળ્યા બાદ એરપોર્ટ પર વિમાનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.

આ બૉમ્બ ટેમ્સ નદીના જ્યોર્જ વી ડૉક પાસેથી મળ્યો હતો. બૉમ્બની સૂચના મળતાની સાથે જ બૉમ્બ સ્ક્વૉડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બૉમ્બને નિષ્ક્રિય કરવામાં સફળ રહી હતી.

લંડન સિટી એરપોર્ટના યાત્રીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તેઓ એરપોર્ટની નજીક ના જાય અને ફ્લાઈટ સંબંધી કોઈ માહિતી ઈચ્છતા હોય તો સીધા એરલાઈનનો સીધો સંપર્ક કરી શકે છે.

એરપોર્ટની આસપાસના ઘણા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા અને ડાયવર્ઝન પણ આપી દેવામાં આવ્યું હતું. પોલીસે 214 મીટરના વિસ્તારને બંધ કરી દીધો હતો. આ બૉમ્બ એક કર્મચારીને કામ કરતા દરમ્યાન મળ્યો હતો. તેણે તરત જ આ અંગે એરપોર્ટના અધિકારીઓને જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે લંડનનું આ એરપોર્ટ એ સ્થળ છે, જ્યાં સપ્ટેમ્બર 1940 થી મે 1941 વચ્ચે જર્મન એરફોર્સના વિમાને બૉમ્બ પાડ્યા હતા. બૉમ્બ સ્કવૉડને તપાસમાં માલૂમ થયું કે આ બીજા વિશ્વયુદ્ધ વખતનો છે.

You might also like