WT20: ન્યૂઝિલેન્ડે ઓસ્ટ્રેલિયાને આઠ રને હરાવ્યું

ધર્મશાલા: ધર્મશાલામાં થયેલા વર્લ્ડ ટી20 મેચમાં ન્યૂઝિલેન્ડે ઓસ્ટ્રેલિયાને 8 રનથી હરાવી સતત બીજી જીતી પ્રાપ્ત કરી છે. પહેલાં બેટીંગ કરતાં ન્યૂઝિલેન્ડે ઓસ્ટ્રેલિયાને 143 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં બેટીંગ કરવા માટે ઉતરેલી કાંગારૂ ટીમે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટના નુકસાને 134 રન બનાવી શકી હતી.

ન્યૂઝિલેન્ડે જીત માટે 143 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયાઇ ટીમના ઓપનર બેટ્સમેન ઉસ્માન ખ્વાજા અને શેન વોટ્સને સારી શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ 5.2 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 44 રનની પાર્ટનરશિપ કરી હતી. આ ભાગીદારીને મિશેલ મૈક્લૈંઘને તોડી અને તેમણે વોટ્સને 13 રનના અંગત સ્કોર પર આઉટ કર્યા.

વોટ્સન બાદ સ્ટીવન સ્મિથ (6), ખ્વાજા (38 ) અને ડેવિડ વાર્નર (6)ને જલદી જ પેવેલિયનમાં મોકલીને ન્યૂઝિલેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મુકી દીધી હતી. જોકે ગ્લેન મૈક્સવેલ અને મિશેલ માર્શે ઇનિંગ સંભાળી.

બંને બેટ્સમેન જ્યાં સુધી ક્રીજ પર રહ્યાં ત્યાં સુધી ઓસ્ટ્રેલિયાની આશા જીવંત રહી. પરંતુ બંનેના આઉટ થયા બાદ એસ્ટન એગર (9) જેમ્સ ફોકરન (2) અને નાથન કલ્ટર નાઇલ (1) કંઇ ખાસ કરી શક્યા ન હતા અને ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 134 રન જ બનાવી શક્યું અને તેને ન્યૂઝિલેન્ડ સામે 8 રનથી હારનો સામનો કરવો પડ્યો.

આ પહેલાં ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતાં માર્ટિન ગુપ્ટિલ અને કેપ્ટન કેન વિલિયમ્સ ઓપનિંગ માટે ક્રીઝ પર ઉતર્યા હતા.

બંને બેટ્સમેન ઓસ્ટ્રેલાઇ બોલર્સનો સામનો કરતાં ટીમના સ્કોરને 7.1 ઓવરમાં 61 રન સુધી લઇ જઇ શક્યા હતા. ગુપ્ટિલ જેમ્સ ફોકરનના બોલ પર ગ્લેન મૈક્સવેલને કેચ આપી દીધો હતો.

ગુપ્ટિલ બાદ કેન વિલિયમ્સન અને કોલિન મુનરોએ ઇનિંગને આગળ વધારી, પરંતુ વિલિયમ્સને 8.2 ઓવરમાં 20 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 24 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.

વિલિયન્સન બાદ ક્રીજ પર આવેલા કોરી એન્ડરસને પણ ઓસ્ટ્રેલિયાએ ફક્ત 3 રનના અંગત સ્કોર પર આઉટ કરી પેવેલિયન ભેગો કરી દીધો હતો.

You might also like