I luv ISIS, India is Nextના લખાણથી ચકચાર

વડોદરા  : શહેરના ગોત્રી વિસ્તારમાં આવકવેરા વિભાગના અધિકારીઓની આવાસ ઇમારતના ટેરેસની દિવાલ પર આઇ લવ આઇએસઆઇએસ ઇન્ડિયા ઇઝ નેકસ્ટ કાળા રંગના સ્પ્રેથી લખતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે આ લખાણ કોણે લખ્યું તેની તપાસ હાથ ધરી છે.

આતંકવાદી સંગઠન આઇએસઆઇએસનું ગુજરાતમાં નેટવર્ક હોવાના પુરાવાઓ સામે આવી રહ્યા છે ત્યારે જ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવકવેરા વિભાગના અધિકારીઓના નિવાસસ્થાનની ઇમારતના ધાબાની દિવાલ પર અંગ્રેજીમાં આઇ લવ આઇએસઆઇએસ ઇન્ડિયા ઇઝ નેક્સ્ટ સ્પ્રેથી કોઇ વ્યક્તિએ લખતાં દોડધામ મચી જવા પામી છે.

આ મામલે ગોત્રી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ લખાણ કોણે લખ્યુ તેને શોધવા સ્થાનિકોની પૂછપરછ હાથ ધરી છે. આ ઇમારતના પાંચમાં માળે રહેતા ઇન્કમ ટેક્સ અધિકારી ઓ.પી. શર્માએ વાતચીમાં જણાવ્યું હતું કે, ઉત્તરાયણના બે દિવસ અમે ટેરેસ ઉપર હતા તે સમયે કોઇ લખાણ ન હતું. બુધવારે રાત્રે ટેરેસ ઉપર આંટો મારવા માટે ગયો ત્યારે મેં પાણીની ટાંકી ઉપર આઇ લવ આઇએસઆઇએસ ઇન્ડિયા ઇઝ નેકસ્ટ લખેલું જોયું હતું.

લખાણ ગંભીર હોઇ તુરત જ મેં એપાર્ટમેન્ટના અન્ય લોકોને જાણ કરી હતી. આ સાથે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ આવી હતી. આ ઘટના ગંભીર છે. ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને અને આવું લખનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે પોલીસ કમિશનર સમક્ષ પણ રજૂઆત કરીશું.

આતંકી સંઘટનના સમર્થનમાં જે ઇમારત પર લખાણ લખાયું તે સાત માળની છે અને તેના ટેરેસની ટાંકી પર આ લખાણ લખાયું છે. ટાઇપ- ૪ નંબરના આ ટાવરમાં ઇન્કમટેક્સ અધિકારીઓના ૩૨ પરિવાર રહે છે.

ગેટ પર સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યો છે. જોકે, આવાસ પરિસરમાં એક પણ સીસીટીવી લગાવવામાં આવ્યા નથી. ઘટના અંગે સિક્યુરીટી ગાર્ડ રાવજીભાઇ શનાભાઇએ જણાવ્યું હતું કે, મને આ ઘટનાની જાણ આજે સવારે પોલીસ જવાનો આવ્યા ત્યારે થઇ હતી. દિવસભર કોલોનીમાં શાકભાજીના ફેરિયા સહિતની વિવિધ ચીજવસ્તુઓ વેચનાર અવર-જવર કરે છે પરંતુ આ લખાણ કોણે લખ્યું તેની મને જાણ નથી.

આતંકી સંગઠનના સમર્થનમાં જે ઇમારત પર લખાણ લખાયું તે સાત માળની છે. ટાઇપ-૪ નંબરના આ ટાવરમાં ઇન્કમટેક્સ અધિકારીઓના ૩૨ પરિવાર રહે છે. ગેટ પર સિક્યુરીટી ગાર્ડ રાખવામાં આવ્યો છે. જોકે આવાસ પરિસરમાં એક પણ સીસીટીવી લગાવાયા નથી. ઘટના અંગે સિક્યુરીટી ગાર્ડ રાવજીભાઇ શનાભાઇએ જણાવ્યું હતું કે, મને આ ઘટનાની જાણ આજે સવારે પોલીસ જવાનો આવ્યા ત્યારે થઇ હતી.

You might also like