Categories: India

લેખક કાંચા ઇલૈયાનો ચપ્પલ ફેંકી કરાયો વિરોધ, જાણો કેમ?

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં એક નવા પુસ્તક ‘સામાજિકા સ્મગલેર્લુ કોમાટોલુ’ને લઇ ભારે વિરોધ પ્રદર્શનનો સામનો કરી રહેલ લેખક કાંચા ઇલૈયાનાં વૈશ્ય સમુદાયનાં કેટલાંક લોકોએ તેમનાં ઉપર હુમલો કરી દીધો. વારંગલ જિલ્લામાં શનિવારે વૈશ્ય સમુદાયનાં લોકોએ આ લેખકને નિશાન બનાવ્યા અને એ સમય દરમ્યાન એમનાં પર ચપ્પલ પણ ફેંકવામાં આવ્યાં.

પોલીસનાં જણાવ્યાં મુજબ લેખક કાંચા તેલંગાણાનાં વારંગલ જિલ્લામાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતાં. આ સૂચના મળતાની સાથે પ્રદર્શનકારો પણ પહોંચી ગયા અને તેમને પણ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધાં. પ્રદર્શનકારીઓનાં હુમલાથી બચવા લેખક કાંચા ઇલૈયાને પોલીસ સ્ટેશનમાં જઇ આશરો લેવો પડ્યો.

લેખક કાંચા ઇલૈયાનાં આ પુસ્તકમાં હિંદૂ ધર્મનાં વિરૂદ્ધ આપત્તિજનક વાતો લખવા વિરૂદ્ધ સૈદાબાદ પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે.

ફરિયાદી કરૂણા સાગરે કહ્યું કે લેખક કાંચાએ હિદૂ ધર્મ અને દેવી-દેવતાઓનાં વિરૂદ્ધ આપત્તિજનક વાતો લખેલ છે. એમને પોતાનાં આ પુસ્તકમાં એમ પણ લખ્યું છે કે મહાત્મા ગાંધીને મારનાર નથ્થુરામ પણ એક બ્રાહ્મણ હતાં. ને આવું લખવાનું મૂળ કારણ બે સમુદાયોમાં નફરત પેદા કરવાનો તેમનો ઇરાદો હતો. આથી આવી આપત્તિજનક બાબતોને લઇ તેમનાં વિરૂદ્ધ FIR કરવામાં આવી છે.

Dhruv Brahmbhatt

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

11 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

11 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

11 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

11 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

11 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

11 hours ago