Categories: Dharm

પૂજનમાં કળશનું મહત્વ

‘ચારે બાજુથી સુવર્ણનું લેપન થવાથી જેનું તામ્રપણું ઢંકાઈ ગયું છે એવા હે ભાઈ કળશ, તું ડર નહીં. મંદિરના ઉપર ચિરકાળને માટે તું સ્થિર થા. તારી કાંચનમયી કીર્તિ હમણાં સ્થિર થઈ છે અને તેથી તારું તામ્રપણું ચાલ્યું જ ગયું છે એમ સમજ. અંદરના તત્ત્વનો વિચાર કરવામાં જેમની પ્રીતિ છે તેવા લોકો તારું મહત્ત્વ જાણે છે તેથી તું તું ઉઘાડો પડી જઈશ. – તારું તામ્રપણું છતું થઈ જશે તે ડર રાખ નહીં.’
કાંચન કરતાં કીર્તિ મહાન છે અને સુવર્ણ કરતાં સોનેરી જીવન શ્રેષ્ઠ છે. મંદિરનાં શિખર પર સ્થાન પામેલા કળશને તે કીર્તિ અને તેનું જીવન પ્રાપ્ત થઈ ચૂક્યા છે. હવે તેણે પોતાના બારામાં હીન ભાવ રાખવાનું કશું કારણ નથી. નાનો માણસ પણ મહાન કાર્યમાં નિમિત્ત બને તો તે જીવનમાં મહાનતાના શિખરોને આંબી શકે છે. ત્યાર પછી તેણે નાનમ અનુભવવાનું/કે લઘુગ્રંથિથી પીડાવાનું કશું જ કારણ નથી. પ્રભુકાર્યમાં નિમિત્ત બનેલો વાલિયો કોળી એ સોનું છે કે નહીં તે જોવાનું કારણ નહીં. રામ જીવનનો મહિમા ગાતો વાલિયો સોનેરી જીવનનો મહર્ષિ વાલ્મીકિ બન્યો, અને રામના જીવનમંદિરના ઉન્નત શિખર પર સુવર્ણ કળશ જેવો શોભવા લાગ્યો. તેનું નામ ઇતિહાસમાં અમર થયું. તેની કીર્તિએ અનેક કંચન કિરીટોને ઝાંખા પાડી દીધા. તેની વાણીમાં વેદનો વૈભ અને સ્વરમાં કોકિલનું માધુર્ય સ્વયં આવીને સમાઈ ગયુંઃ
આપણા પૂર્વજો જીવનમાં ભાવનાને પ્રાધાન્ય આપતા હતા. ભાવપૂર્ણ જીવન એટલે જ ભારતીય જીવન. ભાવના બદલાતાં જ જીવનનો વ્યવહાર બદલાઈ જાય છે. પથ્થરને સિંદૂર લગાડતાં જ ભાવના બદલાઈ જાય છે; તે પથ્થર મટી હનુમાન બને છે. ભાવના એટલે જ જીવન અને ભાવશૂન્યતા એટલે મૃત્યુ.
‘દેવ, તીર્થ, બ્રાહ્મણ, મંત્ર, જ્યોતિષી, વૈદ્ય તેમજ ગુરુના બારામાં જેવી જેની ભાવના હોય તેવી
તેને સિદ્ધિ મળે છે.’ આપણા પૂર્વજો સૂર્યને ફક્ત જડ ગોળો ન સમજતાં દેવ સમજીને તેની ઉપાસના કરતા હતા. વરુણને ફક્ત વરસાદ ન સમજતાં દેવ સમજી તેનું પૂજન કરતા હતા અને કળશ એ વરુણ પૂજાનું પ્રતીક છે.
સંસ્કૃતિની જ્યારે પણ શરૂઆત થઈ હશે ત્યારે માનવીને લાગ્યું હશે કે વરસાદ છે તેથી જ તો જીવન છે. જો વર્ષા ન હોત તો જીવન સુકાઈ જાત, તે આપણી સેવા કરે છે આપણને જીવનદાન આપે છે તો આપણે પણ તેનું પૂજન કરવું જોઈએ, પરંતુ તેમાં એક અગવડ આવી. વરસાદ તો ફક્ત ચાર જ મહિના આવે અને તે પણ હંમેશાં નહીં. આપણા પૂર્વજોએ તેમાંથી રસ્તો કાઢ્યો, કૂવા, તળાવ, નદી બધાનું પાણી વરસાદે જ આપ્યું છે. એકાદ લોટામાં કળશમાં તેને ભરી લઈએ અને તેનું પૂજન કરીએ. આ મંગલ ભાવના સાથે કાળક્રમે રસાધિરાજ વરુણ ભગવાનની તેમાં સ્થાપના કરીને સંસ્કૃતિના ગૌરવવંતા ભવ્ય પ્રતીકનું સર્જન કર્યું અને તે કળશનું પૂજન કર્યું.
કળશ એ ભારતીય સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતીક છે. તેથી જ તો પ્રત્યેક મહત્ત્વના શુભ પ્રસંગે પુણ્યાહવાચન, કળશની સાક્ષી અને સાંનિધ્યમાં થાય છે.
પ્રત્યેક શુભ પ્રસંગે કાર્યમાં આરંભમાં જેમ વિઘ્નહર્તા ગણપતિની પૂજા કરવામાં આવે છે તેમ કળશની પૂજા પણ થાય છે. ઊલટું દેવપૂજા કરતાં અગ્રસ્થાન આ કળશને મળે છે. પહેલું તેનું પૂજન, પહેલાં તેને નમસ્કાર અને પછી વિઘ્નહર્તા ગણપતિને નમસ્કાર! આવંુ પ્રાધાન્ય પામેલા કળશ અને તેના પૂજન પાછળ અતિ સુંદર ભાવ છે.
સ્વસ્તિકનું ચિહ્ન કાઢતાં જ જેમ સૂર્ય તેના પર આવી આસનસ્થ બને છે તે જ પ્રમાણે કળશ સજાવતાં જ વરુણદેવ તેના પર આવી બિરાજે છે. જે સંબંધ કમળ સૂર્યનો તે જ સંબંધ કળશ-વરુણનો!
વાસ્તવમાં કળશ એટલે લોટામાં ભરેલું, ઘડામાં ભરેલું પાણી જ છે, પરંતુ તેની સ્થાપના પછી, તેના પૂજન પછી તે સામાન્ય પાણી ન રહેતાં, દિવ્ય ઓજસમય પાણી બની જાય છે.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

divyesh

Recent Posts

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

2 mins ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

55 mins ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

1 hour ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

2 hours ago

કેન્દ્ર સરકાર ૧૪ મેગા નેશનલ એમ્પ્લોઈમેન્ટ ઝોનની કરશે રચના

નવી દિલ્હીઃ રોજગાર મોરચે સતત ચોમેરથી ટીકાનો સામનો કરી રહેલ કેન્દ્રની મોદી સરકાર આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે એક મોટી યોજના…

2 hours ago

ભરેલાં ટામેટાં બનાવો આ રીતે ઘરે, ખાશો તો આંગળા ચાટતા રહી જશો

બનાવવા માટેની સામગ્રી: લાલ કડક ટામેટાં: ૧૦ જેટલાં નાના ઝીણું ખમણેલું લીલું કોપરું: ૪ ચમચાં આખા ધાણાં: ૪ ચમચા મરીઃ…

2 hours ago